ભરૂચમાં 30 ફૂટની વ્હેલ શાર્કનું એર બલૂન બનશે આકર્ષણનું કેન્દ્ર

ભરૂચમાં 30 ફૂટની વ્હેલ શાર્કનું એર બલૂન બનશે આકર્ષણનું કેન્દ્ર
આનંદ નિકેતન સ્કૂલ ખાતે કરાશે વિશ્વ સમુદ્ર દિવસ ની ઉજવણી
વિશ્વની સૌથી મોટી વ્હેલ શાર્કના 30 ફૂટના એર બલૂન થકી શાળા પરિવાર તરફથી મહાસાગર બચાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે આનંદ નિકેતન, ભરૂચ કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ પોતાની કુશળતા અને મહાસાગર પ્રત્યેની પોતાની રૂચિ વિવિધ પ્રવૃતિઓ થકી લોકોની સમક્ષ રજૂ કરશે. જેમાં શિક્ષણ અને કલાનો સમન્વય જોવા મળશે. કાર્યક્રમમાં વિધાનસભા ઉપદંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ખાસ ઉપસ્થિતી રહેશે. કાર્યક્રમ આવતીકાલે શનિવારે સવારે 9 થી સાંજે 4 કલાક સુધી ભરૂચ સ્ટેહન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે યોજાશે.
8 જૂન વિશ્વ સમુદ્ર દિવસ અંતર્ગત ભરૂચ આનંદ નિકેતન કેમ્પસ ભરૂચ, વન વિભાગ, રોટરી ક્લબ, સી- સ્કેપ્સ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા તથા ટાટા કેમીકલના ઉપક્રમે શનિવારે 11 જૂનના રોજ પર્યાવરણ બચાવો, સમુદ્ર બચાવોના શ્રેષ્ઠ વિચાર તેમજ વિશ્વના સારા ભવિષ્યના નિર્માણ હેતુ અનંદ નિકેતન શાળા પરિવાર દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756