ડભોઇ દશાલાડ વાડી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ડભોઇ દશાલાડ વાડી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યા માં લાભાર્થીઓ એ સરકારી યોજના ઓ નો લાભ લીધો
ડભોઇ નગરપાલિકા અને મામલતદાર કચેરી ના સંયુક્ત ઉપક્રમે સેવસેતુ કાર્યક્રમ ડભોઇ દશાલાડ વાડી ખાતે રાખવામાં આવ્યો હતો.ડભોઇ નગરપાલિકા ના વોર્ડ નંબર 4,5 અને 6 ના નાગરિકો ને તાત્કાલિક સ્થળ પર થી જ સરકારી સેવાઓ મળી રહે તે માટે નગરપાલિકા તેમજ મામલતદાર કચેરી એ સેવસેતુ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.આ સેવા સેતુ કાર્યક્રમ માં આવક ના દાખલા, જાતિ ના દાખલા,રેશનકાર્ડ માં નામ ઉમેરવુ, કમી કરવું,આયુષમાંન ભારત કાર્ડ,આધારકાર્ડ,નવા બેંક એકાઉન્ટ ખોલવા,જેવા નગરપાલિકા તેમજ મામલતદાર કચેરી માં ઓનલાઈન થતા આશરે 56 જેટલા સરકારી કામો નો લાભ સ્થળ પર જ મળી રહે તેવા ઉમદા હેતુ થી સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા ના પ્રમુખ કાજલબેન સંજયભાઈ દુલાણી,વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર નૂરમોહંમદ મહુડાવાલા,તેમજ નગરપાલિકા ના કર્મચારી મહેશભાઈ પરમાર લોક સેવામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ લાભાર્થીઓ ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.છેવાડા નો એક પણ લાભાર્થી સરકારી યોજનાઓ થી વંચિત ના રહે અને સ્થળ પર જ સરકારી લાભો મળી રહે તેવા હેતુ થી રાખવામાં આવેલ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં નાગરિકો તમામ સેવાઓ નો લાભ લીધો હતો.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756