શિક્ષણેતર કાયૅથી શિક્ષકોને મુક્ત રાખો’ પાલનપુરની શૈક્ષણિક મંચ સંગોષ્ઠિનો બુલંદ અવાજ

શિક્ષણેતર કાયૅથી શિક્ષકોને મુક્ત રાખો’ પાલનપુરની શૈક્ષણિક મંચ સંગોષ્ઠિનો બુલંદ અવાજ
Spread the love

‘શિક્ષણેતર કાયૅથી શિક્ષકોને મુક્ત રાખો’
પાલનપુરની શૈક્ષણિક મંચ સંગોષ્ઠિનો બુલંદ અવાજ..

ભાવનગર : ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ ની બે દિવસની સંકોચથી લોકનિકેતન શૈક્ષણિક સંસ્થા રતનપુર જીલ્લો બનાસકાંઠા ખાતે ૭ મી જુનના રોજ સંપન્ન થઈ.
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ એક એવી સંસ્થા જે પદ પ્રતિષ્ઠા અને પૈસા વગર કાર્યરત છે. મુખ્યત્વે શિક્ષણની નીતિ, ગુણવત્તા, પ્રયોગશીલતા, પ્રોત્સાહન જેવા મૂળભુત સિધ્ધાંતો સાથે કામ કરે છે.તેની પ્રથમ બેઠક બનાસકાંઠા જિલ્લાની પાયાની કેળવણી પર કામ કરતી ઉત્તમ સંસ્થા લોકનિકેતન રતનપુર ખાતે યોજાઈ 6-7 જુનના રોજ યોજાઈ ગઈ.
ઉદ્ધાટન બેઠકમાં ડો.શ્રી ગીરીશભાઈ ઠાકર કે જેઓ ભારતીય ઇતિહાસ સંશોધન સંસ્થાના ઉપપ્રમુખપદે કાર્યરત છે. તેમણે સંસ્કૃત શિક્ષણ દ્વારા મૂલ્યલક્ષી ઘડતર પર વિશેષ ભાર આપીને માનવધનની કેળવણી પર બરાબર અનુરોધ કર્યો. ‘વર્ગ શિક્ષણમાં ગુણવત્તા ‘વિષય પર વાત કરતા પ્રો.ડો.શ્રી અશ્વિન આણદાણીએ ભાષા શિક્ષણમાં ગેયતાની ઉપલબ્ધિઓ તથા અન્યમાં પણ અધ્યેતાની રુચિને જાણી કામ કરવાં સુચવ્યું.ડો.હેમત ઓઝાએ પણ ‘શિક્ષણમાં પ્રયોગશીલતા’ને ઉતમ દ્રષ્ટાંતો સાથે સિદ્ધ કરી. રાત્રી બેઠક ‘હું નહીં મારૂં કામ બોલે છે’ તે વિષય પર શ્રી વિનોદ પ્રજાપતિ, વિમલભાઈ પટેલ, મેહુલભાઈ વોરા, હિતેશભાઈ બ્રહ્મભટ્ટ ડો.ધર્મેન્દ્રભાઈ પટેલ વગેરે એ ખૂબ સુંદર પોતે જે કામ કરી રહ્યાં છે તેની રજૂઆત કરી.આ બેઠકના અધ્યક્ષ સુશ્રી વનિતાબેન રાઠોડ રાષ્ટ્રીય શિક્ષક પારિતોષિક પુરસ્કૃત રાજકોટની વિનોબાભાવે શાળાના આચાર્યા હતાં.તેમણે સમગ્ર તારણ રજુ કરી સ્વાનુભવની વાત રજૂ કરી પોતાની શાળાના નિર્માણમા ભજવેલી કાબેલેદાદ ભૂમિકાએ સૌને અચંબિત કરી દિધા.એક મિનિટમાં 50 લાખનું દાન લાવીને એમ પણ થઈ શકે તે સિદ્ધ કર્યું.
આ બેઠકમાં શિક્ષકોને અપાતા શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાયના શિક્ષણેતર સરકારી કામોથી શિક્ષણ ની ગુણવત્તા પર સીધી અસર થાય છે તેને રોકવા સરકારશ્રીને મક્કમ તા પુર્વક જણાવવા સુર ઉઠ્યો હતો.સૌએ તે માટે લોકજાગૃતિથી આ સરકારીનીતિને રોકવા કંઈક કરી છુટવાની મહેચ્છા વ્યક્ત કરી.ભવિષ્યે આવી જ નવી શિક્ષણનીતિના ડ્રાફ્ટની જોગવાઇઓનો અમલ કરાવવા આ સંસ્થા કાયૅક્રમો આપશે તેવો નિર્ણય પણ થયો.
દ્વિતીય દિવસે “શિક્ષણમાં ટેકનોલોજી” વિષયમાં શ્રી રમેશભાઈ ભટ્ટે પ્રોજેકટર‌થી સુંદર પ્રભાવી રજુઆત કરી.નઈ તાલીમ: શિક્ષણનું ગર્ભગૃહતે વિષય પર શ્રી ગજાનન ભાઈ જોશીએ ખૂબ મનનીય વાત કરી.ભાવનગર જિલ્લાના કેળવણીકાર સ્વ.શ્રી આલાભાઈ સાંડસુરના નામનું પ્રથમ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક શ્રી વિનોદભાઈ પ્રજાપતિ મદદનીશ શિક્ષક સાવૅજનિક હાઈસ્કૂલ- મહેસાણાને અર્પણ થયું.શ્રી વિનોદભાઈને બે રાજ્ય એવોર્ડ અને તે સિવાય ના અનેક શિક્ષણ એવોર્ડ પ્રાપ્ત થયેલાં છે.
સમાપન બેઠક હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ના કુલપતિ શ્રી જે.જે વોરા અધ્યક્ષસ્થાને યોજાઇ ગઇ.તેઓએ શિક્ષણની આવી પ્રવૃત્તિઓને સમાજોત્થાનના પાયા ગણાવી હતી.બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્રસિંહ ચાવડાએ પોતે પહેલા શિક્ષક છે તેનું ગૌરવ અનુભવે છે તેમ જણાવ્યું હતું.નાની વાત કે પ્રયાસ પણ ખૂબ મોટો પ્રભાવ પાથરે છે.તે આપણે આપણા સમર્પણથી સિદ્ધ કરવું જોઈએ એમ જણાવી શિક્ષણ મંચના કાયૅ ને બિરદાવ્યું.
સમગ્ર આયોજનમાં સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર અને કાયૅ ક્રમ સંયોજક શ્રી શ્યામજીભાઈ દેસાઈએ જહેમત ઉઠાવી હતી.સંસ્થા તરફથી સંપુર્ણ યજમાન પદે સંસ્થા સંચાલકશ્રી કિરણભાઈ ચાવડાનું અનન્ય યોગદાન હતું. પ્રા.શ્રી દલપતભાઈ પરમારે ખુબ અગત્યની ભુમિકા ભજવી હતી.

 

રિપોર્ટ : તખુભાઈ સાંડસુર

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!