જામનગરમાં બે વર્ષ બાદ યોજાશે શ્રાવણી મેળો

શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં યોજાતા શ્રાવણી મેળાનું ખુબ મોટું મહત્વ છે. અને દિવસો સુધી ચાલતા આ મેળાઓમાં શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકો ખુબ આનંદ ઉઠાવે છે, પરંતુ છેલ્લા બે વર્ષથી જામનગર સહીત સૌરાષ્ટ્રમાં કોરોનાના ઓછાયાને કારણે આવા લોકમેળાના આયોજન મોકૂફ રાખવામાં આવ્યા બાદ આ વર્ષે ફરી જામનગર શહેરમાં પણ લોકમેળાનું આયોજન કરવાનો નિર્ણય આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે.આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન મનીષ કટારીયા આ અંગે વિગત આપતા જણાવ્યું કે જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટ્ટમાં શ્રાવણી મેળો ઉપરાંત બે સ્થળોએ સિંગલ પાર્ટીના મેળાનું આયોજન થાય તે માટે વિભાગને સુચના આપી છે.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756