જામનગર પોલીસ દ્વારા અવારા તત્વો પર લાલ આંખ

જામનગર પોલીસ દ્વારા જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણદિવસ થી બનાવવામાં આવેલ કડક એક્શન પ્લાનની પોલીસ સ્ટેશન વાઈઝ સખ્તાઈથી અમલવારી કરાવવામાં આવી રહી છે. જામનગરના શહેરીજનો મુકતમને પોતાના પરિવાર સાથે જાહેર સ્થળો બાગ, બગીચા, બેસવા લાયક સ્થળો, તથા ખાણી પીણીના સ્થળો એ વધુ સુચારૂરીતે ભય મુકત ફરી શકે તે હેતુથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પોતાનો મકકમ અભિગમ દાખવી પ્રજાની સુખાકારી માટેના પ્રયત્નના ભાગ રૂપે જામનગર શહેર તથા શહેર નજીકના વિસ્તારોમાં બીન જરૂરી બેસી રહી ઉપદ્રવ ફેલાવતા ઇસમો, મોટા અવાજે દેકારો કરતા ઇસમો, પોતાની ગાડીઓમાં મોટા અવાજે ટેપ વગાડી હોર્ન વગાડી સામાન્ય લોકોને પરેશાન કરી જાહેર શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરતા હોય છે.
વધુમાં પોતાના વાહનો ઉપર ફેન્સી નંબરપ્લેટ, કાળા કાચ, બાઇક રેસીંગ, ધુમ બાઇકની સ્ટાઇલમાં ઓવર સ્પીડથી ચલાવતા હોય તેવા ઇસમો તથા પોતાના વાહનમાં ગેરકાયદેસર રીતે રાખતા ધોકા, લાકડી, છરી, તલવાર, જેવા હથીયારો લઇ ફરતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે અલગ અલગ ટીમોની રચના કરી રોજ બરોજ રાત્રી દરમ્યાન સધન ચેકીંગ તેમજ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ હોય જે ચેકીંગ-પેટ્રોલીંગ દરમ્યાન તા.૦૭/૦૬/૨૦૨૨થી તા.૧૦/૦૬/૨૦૨૨ દરમ્યાન આમ માત્ર ત્રણ દિવસમાં જ M.V.Act ૨૦૭ મુજબ ૨૯૩ વાહનો ડીટેઇન અને દંડ ૧,૭૪,૮૦૦/– મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં થોડા સમયથી શરીર સબંધી ગુન્હાઓ બનતા હોવાનુ ધ્યાન પર આવેલ છે જેમાં અમુક માથાભરે ઇસમો પોતાની સાથે બાઈકમાં તથા કારમાં પ્રાણ ઘાતક હથીયારો જેવા કે તલવાર, છરી, પાઇપ તથા લાકડાના ધોકા રાખી સામાન્ય તથા આમ પ્રજાજનોમાં ભયનું વાતાવરણ ઉભું કરતા હોય છે જેથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી તથા લોકોમાં શાંતી ડહોળાય નહિ જે હેતુથી તા.૦૨/૦૬/૨૦૨૨થી તા.૦૪/૦૬/૨૦૨૨ દિન-૩ માટે અલગ અલગ ટીમો બનાવી સધન વાહન ચેકીંગ કરી આવા ગેરકાયદેસર હથીયારો મળી આવ્યે તેઓ વિરૂધ્ધ જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબના કેશો કરવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવે હતી. આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકીંગની કામગીરી કરી શહેર ડીવીઝનમાં કુલ-૨૮ કેસ તથા ગ્રામ્ય ડીવીઝનમાં ૪૧ કેસ મળી જામનગર જીલ્લામાં કુલ- ૬૯ કેસો ગેરકાયદેસર હથીયાર સાથે પકડાયેલ ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવામા આવેલ છે.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756