કડી માં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ખાટલા બેઠક યોજાઇ

કડી માં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ખાટલા બેઠક યોજાઇ
કડી ના અલગ અલગ વિસ્તાર તથા ગામડાઓ માં 20 જગ્યાએ ખાટલા બેઠક યોજાઇ
કડી શહેર તથા આજુબાજુ ના ગામડાઓ માં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ના શુસાસન ના 8 વર્ષ પૂર્ણ થયાની સાથે અનેક જગ્યાએ અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે કડી માં ખાટલા બેઠક યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં વિવિધ કામો તથા ગુજરાત સરકારની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી તેમજ પાર્ટી ને આગામી સમયમાં વધુમાં વધુ મજબૂત કરવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ ના 182/182 સિટ ના લક્ષ્યાંક ને પાર પાડવા “મારુ બુથ સૌથી વધુ મજબૂત” બનાવવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.જેમાં કડી તાલુકા બક્ષીપંચ મોરચા થકી કડી વિધાનસભા માં 20 ખાટલા બેઠક થઈ અને જીલ્લા ની અંદર લગભગ 200 ખાટલા બેઠક થઈ અને રાજ્યમાં 5000 થી વઘારે ખાટલા બેઠક થઇ હતી જે જીલ્લા અને પ્રદેશ બક્ષીપંચ મોરચા કડી થકી યોજાઇ હતી.
આ કડી માં યોજાયેલ ખાટલા બેઠક માં પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી ઉદયભાઈ કાનગડજીના, મહામંત્રી શ્રી મયંકભાઈ નાયક અને અમારા જિલ્લા પ્રભારી શ્રી વિનયસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ તારીખ ૯/૬/૨૦૨૨ ના રોજ અગલ બુથ માં જઇ ત્યાં ખાટલા બેઠક કરી જેમાં મહેસાણા જિલ્લા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ શ્રી શ્યામભાઈ દેસાઈ ,અને બક્ષીપંચ મોરચા ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી સાગરભાઈ રાયકા ઉપસ્થિત રહ્યા હતા . ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર અને કડી Apmc ના ચેરમેન શ્રી રાજુભાઇ પટેલ નાગરિક બેંક ના વાઇસ ચેરમેન શ્રી ભરત ભાઈ પટેલ , જિલ્લા બક્ષીપંચ મોરચા ના મહામંત્રી શ્રી કાંતિભાઈ પ્રજાપતિ, કડી વિધાનસભા બક્ષીપંચ મોરચા ના પ્રભારી શ્રી કનુભાઈ પ્રજાપતિ અને અમારા કડી તાલુકા બક્ષીપંચ મોરચા ના પ્રભારી શ્રી નિલેશભાઈ નાયક, APMC ના ડિરેક્ટર રમેશભાઈ પટેલ,કડી તાલુકા મહામંત્રી શ્રી શૈલેષભાઈ ઠાકોર,પૂર્ણકાલીન વિસ્તારક શ્રી સાગરભાઈ વાઘેરા, લાલભાઈ સેનમા , દશરથ ભાઈ કર્ણીક તથા કડી તાલુકા બક્ષીપંચ મોરચા ના મહામંત્રી શ્રી જ્યેન્દ્રભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય તાલુકા ના પદઅધિકારી શ્રી ઓ અને ઘણી મોટી સંખ્યા માં કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756