લાખણી બસ સ્ટેન્ડ માં પાણી ના ધાંધિયા

લાખણી બસ સ્ટેશન મા પેસેનજરોને પીવાના પાણીના ધાંધિયા
લાખણી એસ.ટી.ડેપોમા ત્રિપાઈ પર રાખેલ માટી નુ માટલું અને ગ્લાસ માત્ર શોભાના ગાંઠીયા સમાન દેખાઈ રહ્યું છે,
લાખણી હાઇવેથી લગભગ અર્ધા કિ.મી.થી ઓછું જસરા રોડ પર ગુજરાત રાજ્ય માર્ગ વાહન અને વ્યવહાર નિગમ સંચાલિત બસ સ્ટેશન આવેલ છે, ત્યાં એસ.ટી.ડેપોમા પ્રાઈવેટ દુકાનમાંથી પીવાના પાણીની બોટલ લેવી પડેછે,
એસ.ટી.ડેપોમા ત્રિપાઈ પર રાખેલ માટીનુ માટલું અને ગ્લાસ માત્ર શોભાના ગાંઠીયા સમાન દેખાઈ રહ્યું છે,લાખણી બસ ડેપોમાં પાલનપુર,ડીસા તરફથી આવતી બસો લાખણી બસ સ્ટેશનમાં જઈ થરાદ,વાવ તરફ અને વાવ , થરાદ તરફથી આવતી એસ.ટી.બસો પણ લાખણી બસ સ્ટેશન મા થી આગળ તરફ જાય છે.
આવી કાળઝાળ ગરમીમાં લાખણી બસ ડેપોમાં આવતા પેસેન્જરોને પીવાના પાણીની હાલાકી વેઠવી પડે છે,માટલા પાસે જઈ માટલામાં પીવાનું પાણી ન હોવાથી, માટલું ખાલીખમ હોવાથી નિરાશ વદને પાછૂ આવી,છેવટે ડેપોની પ્રાઈવેટ દુકાનેથી વહેચાતા પાણીની બોટલ ખરીદવાની ફરજ પડે છે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756