ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમા ફેક એકાઉન્ટ બનાવનાર ઇસમની અટકાયત કરતી સાયબર ક્રાઇમ પોલીસ
ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમા ફેક એકાઉન્ટ બનાવનાર ઇસમની અટકાયત કરતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવનગર વિભાગ, ભાવનગર પોલીસ
સાયબર ક્રાઇમ પો.સ્ટે. ભાવનગર વિભાગ,ભાવનગર ખાતે ગઇ તા.૦૬/૦૬/૨૦૨૨ ના રોજ ફરીયાદીશ્રી સંજયભાઈ ગણેશભાઇ ભોજ રહે.રંઘોળા ગામ,તા.ઉમરાળા જી.ભાાનગરવાળાએ પોતાની ફરીયાદ હકીકત નોંધાવેલ જેમા કોઇ અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમા ખોટુ નામ ધારણ કરી ફેક એકાઉન્ટ બનાવી ફરીયાદીના બહેનને સમાજમાં તેમજ તેના પરિવારમાં બદનામ કરવાના ઇરાદે તેમના ચારિત્રને હાની થાય તેવા શબ્દોનો ઉપયોગ કરી ફરીયાદીશ્રીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમા મેસેજ મોકલી ફરીયાદીશ્રી તથા તેમના પરિવારના સભ્યોને હેરાન કરતો હોય જે બાબતે આઇ.ટી.એકટ હેઠળ સાયબર ક્રાઇમ પો.સ્ટે.મા ગુનો રજી. કરવામા આવેલ.
સદરહુ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે આ ગુનાના આરોપીની ભાળ મેળવી તેના વિરૂધ્ધમા ત્વરીત કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે સા.ક્રા.પો.સ્ટે. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.એચ.બાર ના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ ટીમ તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે.સ્ટાફ દ્વારા એકાઉન્ટ બનાવનારની માહિતી મેળવવા સારૂ ઇન્સ્ટાગ્રામ તરફથી આ ફેક એકાઉન્ટની માહિતી મેળવી તેમજ તમામ માહિતીનુ એનાલીસીસ કરી આ ફેક એકાઉન્ટ બનાવનાર ઇસમ નિકુંજભાઇ રમેશભાઇ રૈયાણી ઉવ.૩૩ ધંધો-નોકરી રહે.સણોસરા ગામ,તા.શિહોર જી.ભાવનગર,હાલ રહે.પ્લોટ નં.૧૧૨ શેરી નં.-૫ નિર્મળનગર ભાવનગરવાળો હોવાનુ જણાય આવેલ.જેથી મજકુર ઇસમને આ ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.
આ સમગ્ર કામગીરી ભાવનગર પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા ટેકનીકલ ટીમ તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે.સ્ટાફ દ્વારા કરવામા આવેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756