ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી વડાલી પોલીસ
ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી વડાલી પોલીસ ,
પોલીસ મહાનીરીક્ષક સા.શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિશાલ કુમાર વાઘેલા સાહેબ નાઓએ ચોરીના ગુન્હા બનતા અટકાવવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી ડી.એમ.ચૌહાણ ઈડર વિભાગ ઈડર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસોને ચોરીના બનતા અટકાવવા સુચના કરેલ જે અન્વયે અ.હે.કો. હરેશભાઇ ખીમજીભાઈ બ.નં .૨૭૩ તથા અ.પો.કો ચેતનભાઈ માવજીભાઈ બ.નં -૬૪૯ તથા અ.લો.ર વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ બ.નં -૦૧૭૨ વિગેરે નાઓ મેઘ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. હરેશભાઇનાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , ધરોદ રોડ પર એક ઇસમ મીણીયાની થેલીમાં કોપર વાયર સાથે રોડ પર ચાલતો જાય છે જે હકીકત આધારે ધરોદ ગામ પાસે રોડ પર સદરી ઈસમને કોર્ડન કરી પકડી સદરીના કબજાના મીણીયાની થેલીમાં કોપર વાયર સબંધે પુછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતો ના હોઈ જેથી સદરીને વડાલી પોલીસ સ્ટેશન લાવી બે પંચના માણસો બોલાવી પંચો રૂબરૂ નામઠામ પુછતા પોતાનું નામ નરેશભાઇ સેનાભાઇ ઠાકરડા રહે – ધરોદ તા વડાલી નો હોવાનુ જણાવેલ તેમજ સદરી પાસે મીણીયાની થેલીમાં કોપર વાયર સબંઘે વધુ પુછ – પરછ કરતાં ગઇ તા -૦૯ / ૦૬ / ૨૦૨૨ ના રોજ સાંજના છ એક વાગે અમરતભાઇ બેચરભાઇ ઠાકરડા રહે – જુના ચામુ તા – વડાલી ના બોર કુવા ઉપરથી કેબલ વાયરની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હોય જેથી વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં -૧૧૨૦૯૦૫૪૨૨૦૩૫૧ / ૨૦૨૨ ઇ.પી.કો.ક .૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી કરેલ કેબલ વાયર કિ.રૂ .૨૦૭૦ / -નો મુદ્દામાલ રીકવર કરી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપી : – નરેશભાઇ સેનાભાઇ ઠાકરડા રહે – ઘરોદ તા – વડાલી , જી – સાબરકાંઠા ( જે.એમ.પરમાર ) પોલીસ સબ ઇન્સપેક્ટર વડાલી પોલીસ સ્ટેશન,
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756