હથીયાર સાથે એક આરોપી પકડી પાડતી વડાલી પોલીસ,

હથીયાર સાથે એક આરોપી પકડી પાડતી વડાલી પોલીસ,
પોલીસ મહાનીરીક્ષક સા.શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધિનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા વિશાલ કુમાર વાઘેલા સાહેબ નાઓએ ઘેર કાયદેસર હથીયાર અંગે સુચના કરેલ હોય જે અન્વયે મે નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી ડી.એમ.ચૌહાણ ઈડર વિભાગ ઈડર નાઓના માર્ગદર્શન હેઠળ વડાલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી જે.એમ.પરમાર તથા સ્ટાફના અ.હે.કો હરેશભાઈ ખીમજીભાઈ બ.નં ૨૭૩ તથા અ.પો.કો ચેતનભાઈ માવજીભાઈ બ.નં -૬૪૯ તથા અ.લો.ર વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ બ.નં -૦૧૭૨ તથા ડ્રા.પો.કો નરેશકુમાર ધુળાભાઈ બ.નં : -૪૨૯ વિગેરે સ્ટાફના માણસો સાથે મેઘ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી જે.એમ.પરમાર નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , એક ઈસમ ગેરકાયદેસરની વગર લાયસન્સે જુના ચામુ ગામની સીમમાં પોતાના અંગ કબજામાં એક દેશી બનાવટની ફુલ્લીદાર એક નાળ બંદુક લઈ શીકાર કરવા માટે આવેલ છે . જે બાતમી હકિકત આધારે જુના ચામું ગામે જઈ તપાસ કરતાં કડીયાદરા ગામ તરફ જતા રોડ બાજુ જુના ચામું ગામની સીમમાંથી સદરી ઈસમનું નામ ઠામ પંચો રૂબરૂ પુછતાં પોતાનું નામ માવારામ નાનજી જાતે તબીયાડ રહે – આમ્બા પોસ્ટ – ડૈયા તા – જાડોલ જી – ઉદેપુર ( રાજસ્થાન ) નો હોવાનું જણાવેલ હોય અને સદરી પાસે એક ફુલ્લીદાર એક નાળી બદુંક લઇ શીકાર કરવા આવેલ હોય અને જે બંદુકનું લાયસન્સ માગતાં પોતાની પાસે આવા કોઇ દસ્તાવેજી કાગળો કે પાસ પરમીટ નહી હોવાનું જણાવેલ જેથી સદર બંદુક ગે.કા.ની હોઇ જે જોતાં દેશી બનાવટની ફુલ્લીદાર એક નાળી જુની હાલતની જે બંદુકની કુલ લંબાઇ -૪૯ ઇંચ જેમાં બેરલની લંબાઇ -૩૨ ઇંચ અને બટની લંબાઇ -૧૭ ઇંચની હતી . બંદુકની બોડીના ભાગે ઉપર લોખંડનો ઘોડો અને નીચે ભૂંગર ગાર્ડમાં સ્ટ્રગર ફીટ કરેલ તેમજ બેરલ તથા બોડીનો ભાગ ફીટ કરવા અલગ અલગ જગ્યાએ બે ક્લેમ્પ લગાડેલ છે . સદર બંદુકની બોડી તથા બટના ભાગને ફીટ રાખવા માટે તાળ વિંટાળેલ છે . સદરી બંદુના બેરલના નીચેના ભાગે દારૂગોળો ભરવાનો લોખંડનો સળીયો ફીટ કરેલ છે . સદરી બંદુકની બટના ભાગે બેરલ ઉપર અંગ્રેજીમાં 5/41/74 ઘસાઈ ગયેલ અક્ષરે લખેલાનું વંચાય છે . સદરી બંદુકની કિ.રૂ .૫૦૦૦ / – ગણી કાયદેસરની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપી : -માવારામ નાનજી જાતે તબીયાડ રહે – આમ્બા પોસ્ટ – ડૈયા તા – જાડોલ જી – ઉદેપુર ( રાજસ્થાન ) ( જે.એમ.પરમાર ) પોલીસ સબ ઈન્સ્પેક્ટર વડાલી દ્વારા પોલીસ સ્ટાફ સાથે આરોપી ને પકડી વધુ તપાસ હાથ ધરી,
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756