પ્રિમોન્સૂન કામગીરી બાબતે શહેરા M.G.V.C.L ની લાપરવાહી એ એક નો ભોગ લીધો.

લાઈટ દ્વારા ઘરે – ઘરે અજવાળું કરવાની જવાબદારી ધરાવતા તંત્રએ પ્રિમોન્સૂન કામગીરી પ્રત્યે ઘોર ઉપેક્ષા કરી ગરીબ પરિવાર માં અંધકાર ફેલાવી દીધો
પ્રાપ્ત વિગતો અનુસાર પઠાણ સોહીલ યાસીન જે મૂળ સંતરામપુર નો રહેવાસી છે અને શહેરા ખાતે પોતાના મામાના ઘરે આવેલ હતો. પરંતુ M.G.V.C.L શહેરા ની પ્રિમોન્સૂન કામગીરી બાબતે ધોર લાપરવાહી ને કારણે અનેક થાંભલા ના વાયર જંક્શનો અને જોડાણો ઢીલા રહી જવા પામેલ છે. આવા જ એક થાંભલા પરનો વાયર તા : ૧૩/૦૬/૨૦૨૨ના રોજ ચોમાસા ના પહેલા જ વરસાદી ઝાપટા થી છૂટો પડી ગયેલ હતો અને આખા થાંભલા ઉપર કરંટ વ્યાપી ગયેલ હતો. અજાણતા જ પઠાણ સોહીલ યાસીન નામના છોકરાએ અડકી લેતા તેને ભયંકર કરંટ નો ઝાટકો લાગ્યો હતો. ઘાયલ ને શહેરા ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ કરંટ નો ઝાટકો વધારે પ્રમાણ માં લાગ્યો હોવાથી તેનું મોત નીપજ્યું હતું. એક ગરીબ પરિવારે પોતાનો એક નો એક લાડકવાયો તંત્ર ની ધોર નિંદ્રા અને બેદરકારીને કારણે ગુમાવવાનો વારો આવ્યો છે. તંત્રએ ઊંઘ માંથી જાગી અને સમયસર પોતાની ફરજ નિભાવી હોત તો પરિવારને માથે આભ તૂટવાથી બચાવી શક્યો હોત. તેવી ચર્ચા ટૉક ઑફ ધી ટાઉન બની હતી
રિપોર્ટ :- અલ્હાફિઝ શેખ પંચમહાલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756