પ્રજા ત્રસ્ત તંત્ર મસ્ત

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રામેશરા ફીડર મા વર્ષોથી વરસાદના ચાર છાંટા આવતાની સાથે જ બાસ્કા તથા તેની આસ પાસ ના ગામડાઓ માં રાત્રી દરમ્યાન બત્તી ગુલ કરી નાખવા માં આવે છે. હાલોલ તાલુકામાં જયારે જયારે ચોમાસા ની ઋતુ આગમન થાય છે ત્યારે હાલોલના રામેશરા ફીડરમાં વસવાટ કરતા ગ્રામ્ય વિસ્તાના ગ્રામજનો રાત્રી દરમિયાન વીજળી જવાથી હેરાન પરેશાન થવા પામી છે. વધુમાં ગુ.રાજ્યમાં વર્ષો પહેલા પંચમહાલ જિલ્લના હાલોલ તાલુકાના પાવાગઢ પર બિરાજમાન માં કાલિકા ના આશીર્વાદ લઈ દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેં સ્વ : પૂર્વ રાષ્ટ્પતિ શ્રી A.P. J અબ્દુલ કલામ સાહેબ ના વરદ હસ્તે છેવાડાના ગામડામાં 24 કલાક વિજળી મળી રહે તે હેતુ થી પાવાગઢ ની તડેટી માં ચાપાંનેર ખાતે જ્યોતિ ગ્રામ યોજના અમલમાં મૂકી હતી પરંતુ MGVC ના તંત્રએ જ્યોતિગ્રામ યોજનામાં જયારે – જયારે વર્ષા ઋતુમાં વરસાદના ચાર છાંટા પડે ત્યારે રાત્રી દરમિયાન વીજળી ઠપ થઈ જતી હોય છે અને પ્રજા ની ઊંઘ ઉડાવી દેવામા MGVCL ની ભૂમિકા રહે છે અને જ્યોતિગ્રામ યોજના ને રોતીગ્રામ યોજના તરીકે દર ચોમાસા ના ઋતુમાં ભેટ આપવા માં આવે છે હવે પ્રજા કહે છે કે, જ્યોતિગ્રામ યોજના ફક્ત અનેં ફક્ત કાગળ પૂરતી જ છે. અનેકો વખત વારંવાર હલોલના રામેશરા ફીડરના ગ્રામજનો આ અંગે મૌખિક તેમજ લેખિત અનેં ગ્રામપંચાયતો માં પણ ગ્રામસભા માં અનેકો વાર ઠરાવ અનેં રજુઆતો થતી હોય તેમ છાંતા આ MGVCL ના અધિકારીઓ આંખ આડે કાન કરતા હોય છે. વધુમાં ગ્રામજનો નો કહેવું છે કે દર વર્ષ વર્ષા ઋતુ નું આગમન થતું હોય છે અનેં ખેડૂત પુત્ર પોતાની ખેતી કામ માં મહિના પહેલાથી જ વાવેતર કરવાની તયારીયો કરતા હોય છે તો MGVCL વાળા પણ આ સમસ્યા ને નાથવા માટે પહેલા થી તયારીઓ કેમ નથી કરતા તો જો તેઓ આવું આયોજન પહેલા થી કરે તો પ્રજાને હાલકી ના વેઠવી પડે અને તેઓ ને પણ રાત્રી દરમિયાન ફોલ્ટ વાળા સ્થળ ઉપર દોડવું ના પડે અને વરસાદના આગમન પહેલા જો તયારી MGVCL દ્વારા કરવામાં આવે તો પ્રજને વીજળી ની હાલકી થી મુક્તિ મળી શકે એમ છે. રાત્રી દરમિયાન વર્ષો રામેશરા ફીડરમાં આવેલા ગ્રામ્ય વિસ્તારની પ્રજા એટલી હદે હેરાન પરેશના છે કે આખી -આખી રાત વીજળી ગુલ રહે છે અનેં ઉપર થી મચ્છરો નો ત્રાસથી નાના – નાના ભૂલકા બાળકો વુર્દ્ધા હેરાન પરેશાન થતા હોય છે અનેં મચ્છરો ના ડંખના ભોગ બની ડેન્ગયુ ના દર્દી બનતા હોય છે દર વર્ષે હજારો ની સંખ્યા માં લોકો ડેન્ગ્યુ મલેરીયા ની ચપેટ માં આવતા હોવાથી આ સિઝનમાં દવાખાનાઓ ખાચા ખચ ભરેલા જોવા મળે છે જેના કારણેજ આ વિસ્તારો માં વિજળી ગુલ થતાં પાંખો ઠપ થવાથી મચ્છરો હરકત માં આવતા હોય છે અને અવનવી બીમારીઓ પેદા કરતા હોય છે. જાણવા મળતી માહિતી મુજબ રામેશરા ફીડર પર આવેલ બાસ્કા ગામની DP ની હાલત તો એટલી હદે કથડેલી છે કે કોઈ અનીછીય બનાવ બને તો તેમાં કોઈ નવાઈ નહીં અહીંયા DP ટેકરાફળિયા માં આવેલ છે અનેં DP ના બોક્સ ના ઢાંકણા વર્ષો થી ખુલા છે આ અંગે હાલોલના MGVCL ના ઉચ્ચ અધિકારીઓ ને પણ ફોનિક રજુઆતો કરેલ હોય અને ગ્રામસભા પણ રજુઆતો કરેલ હોય અનેં ગત તારીખ :07/06/2022 ને મંગળવારે વારે તાલુકાના અધિકારીઓ અનેં ગ્રામના પ્રથમ નાગરિક સરપંચ, તલાટી કંમ મન્ત્રી અનેં હાલોલ MGVCL ના અધિકરીઓ તેમજ ગ્રામજનો ની ઉપસ્થિતમાં બાસ્કાની DP બોકસ, TC રીપેરીંગ, લોડિંગ ડિવાઈડ અનેં 100ના TC તેમજ 70 TC માં પણ વોલ્ટેઝ ડીમ પડતું હોય છે તેવી ધારદર રજુઆતો કરવામાં આવી હતી અને પંચાયતના ઠરાવ માં નોંધી પંચાયત દ્વારા લેખિત રજુઆતો કરવા છતાં આ જાડી ચમડીના અધિકારીઓ આંખ આડે કાન કરી રહ્યા છે વધુ માં બાકા ગામ ખાતે તો જી. ઈ. બી નો કોઈ વાયર મેન પણ નથી કે જે તાત્કાલિક ધોરણે સેવા આપી સકે લાગી રહ્યું છે કે આ બાબુઓ આમ તેમ રાખડી ને સરકારનું ડીઝલ બરતા હોય છે અને મેફિલો માણતા હોય છે અનેં કોઈ ઘટના બને તેની રાહ જોઈ બેઠા છે કે કોઈ ઘટના ઘટે ને અમો DP બોકસ અનેં ફ્યુઝ બદલીશુ. વધુમાં હાલોલ રામેશરા ફીડર ના ગ્રામજનો રાત્રી દરમિયાન રોજ રોજ વીજળી ગુલ થઈ જવા થી હેરાન પરેશન થઈ જવા પામયા છે એવા ગામડાની પ્રજા ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં છે અને એમાં જી. ઈ. બી ના અધિકારીઓ અને આમ પ્રજા ઘરસણ થાય તો નવાઈ નહીં તેવું શેરીએ – શેરીએ ચર્ચા નો વિષય બન્યો છે
રિપોર્ટ : ઈરફાન શેખ ( પંચમહાલ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756