અંબાજીમાં રાધાકૃષ્ણ મંદીરથી આરતી કરાયા બાદ રથયાત્રા નિકળી

અંબાજીમાં રાધાકૃષ્ણ મંદીરથી આરતી કરાયા બાદ રથયાત્રા નિકળી
અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે.અંબાજી ગુજરાત નું લોકપ્રિય શક્તિપીઠ છે આ ધામ ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર આવેલું છે આ ધામ અરાવલી ના પહાડો મા આવેલું માં અંબા નું પ્રાચીન તીર્થ છે, આ ધામ મા માતાજી નું ભવ્ય મંદિર આવેલું છે આ સિવાય અન્ય ભગવાન ના મંદિરો પણ આવેલા છે ત્યારે આજે અષાઢી બીજ હોઈ અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ દ્વારા અંબાજી મંદિર પાછળ આવેલા માનસરોવર મા જઈ વિધિ વિધાન થી અષાઢી બીજ ની પુજા કરવામાં આવી હતી ,આ વિધી પ્રાચીન પરંપરા થી ચાલી આવી રહી છે, અષાઢી બીજ થી અંબાજી મંદિર નો સમય બદલાય છે અને હવે આરતી દિવસ મા બે વાર થશે.
આજે અષાઢી બીજ હોઈ અંબાજી મંદિર પાછળ આવેલા રાધાકૃષ્ણ મંદિર થી છેલ્લાં 2 વર્ષથી રથયાત્રા કોરોનાના કારણે નીકાળવામા આવી હતી નહી અને આજે અંબાજીના ગુલઝારી પુરા ખાતે આવેલા રાધા કૃષ્ણ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી.અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતીના સભ્યો સહીત પ્રમુખ પણ હાજર રહ્યા હતા. અંબાજીના ભક્તો પણ રાધાકૃષ્ણ મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા .રથયાત્રા રાધા કૃષ્ણ મંદિર થી પ્રસ્થાન કરી અંબાજી નગરના માર્ગો પર નિકળી હતી.મહાદેવીયા ધર્મશાળા ખાતે વિસામો પ્રસાદી બાદ રથયાત્રા આગળ નીકળી હતી.આજે વરસાદી માહોલ વચ્ચે અંબાજીના લોકો ભગવાન નાં દર્શન કરવા આવ્યા હતા.2020 અને 2021 મા પણ કોરોના ને પગલે રથયાત્રા નિકળી હતી નહિ. અંબાજી ધાર્મીક ઉત્સવ સેવા સમિતિ નાં પ્રમુખ અને સભ્યો હાજર રહ્યા હતા. બહેનો ગરબા રમતા જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
@@ પોલીસ કાફલો જોડાયો @@
અંબાજી રથયાત્રામા 1 પીઆઈ,1પીએસઆઈ 23 પોલીસ સ્ટાફ અને 10 હોમગાર્ડ જોડાયા હતા
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756