ગાંધીધામ સંકુલના મહત્તમ બેન્કો ના એટીએમ શોભાના ગાંઠીયા સમાન

ગાંધીધામ સંકુલના મહત્તમ બેન્કો ના એટીએમ શોભાના ગાંઠીયા સમાન : ગોવીન્દ દનીચા
ગાંધીધામ : કચ્છના આર્થિક પાટનગર કહેવાતા ગાંધીધામ સંકુલમાં અનેક રાષ્ટ્રકક્ષા ની તેમજ રાજ્યકક્ષાની અને સહકારી બેંકો આવેલી છે અને જે તે બેંકોએ પોતાના એ.ટી.એમ. પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ કર્યા છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે મહત્તમ બેંકોના એટીએમ ખોડખાપડ વાળા , નિષ્ક્રિય અથવા તો બેલેન્સ ન હોવાથી બેન્કિંગ ક્ષેત્રના ગ્રાહકોને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે એવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ. સી. ડિપાર્ટમેન્ટના કન્વીનર ગોવિંદ દનીચા એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું.
શ્રી દનીચા એ જણાવ્યું હતું કે સંકુલની વિવિધ બ્રાન્ચોના એટીએમ બેંકની નજીક જ અથવા બેંક સંકુલમાં જ હોવા છતાં મહત્તમ બેંકોના એટીએમ બંધ પડ્યા છે અથવા તો બેલેન્સ નથી અથવા તો નેટવર્કની સમસ્યાથી ઝજુમી રહ્યા છે , જેના કારણે બેન્કિંગ ક્ષેત્રે વ્યવહાર કરતા લાખો ગ્રાહકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે . લોકોમાં આ બાબતે આક્રોશ ફેલાયો છે. એક તરફ ડિજિટલ ઇન્ડિયાના મોટાં મોટાં બડગા ફુકવામાં આવી રહ્યા છે ત્યારે રાષ્ટીકૃત બેંકોના એટીએમ માં બેલેન્સ ન હોવાના કારણે જે તે ગ્રાહકોને અન્ય બેન્કો ના એટીએમ માં પૈસા કઢાવવા જાય ત્યારે અન્ય બેંકો ના કાર્ડ જ ત્યાં ચાલતા ન હોવાથી ધર્મના ધક્કા ખાવા પડે છે અથવા તો ના છૂટકે બીજી બેંકોના મોટાં ચાર્જીસ ગ્રાહકોને ચૂકવવા પડે છે ત્યારે ડિજિટલ ઇન્ડિયા નો અર્થ શું ? એવો લોકો પૂછી રહ્યા છે.
બેંકો ની અંદર ક્યારેક ક્યારેક લાંબી લાઈનોના કારણે એટીએમ ની સેવા નો ઉપયોગ કરે છે. લોકોને તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોવા છતાં એક કલાક થી વધુ સમય સુધી એટીએમની ખોડખાપડ વાળી સેવા નો સામનો કરવો પડતું હોઈ લોકોમાં આ નિષ્ફળ ગયેલી બેન્કિંગ સેવા પ્રત્યે ભારોભાર આક્રોશ ફેલાયો છે.
યેન કેન પ્રકારે બેંકોએ જાણે ગ્રાહકોને લૂંટવાની કમર કસી હોય તેમ કોઈને કોઈ બહાના હેઠળ જુદા જુદા ચાર્જિસ કાપી લેવામાં આવતા હોય ત્યારે હવે ગ્રાહકોની બેન્કિંગ સેવા પ્રત્યે પણ વિશ્વાસ ઉઠતો જાય છે. મહતમ બેન્કો મા સિનિયર સિટીઝનો માટે અંદર બેસવાની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવી, પીવાના પાણીની વ્યવસ્થા અથવા તો માર્ગદર્શન માટે કોઈ વ્યવસ્થા ન હોવી , જે તે બેન્કોના અશિક્ષિત ગ્રાહકો માટે હેલ્પ ડેસ્ક નો અભાવ, સિનિયર સિટીઝનનું છાસવારે અમૂક બેંકો ના કર્મચારીઓ દ્વારા અપમાન કરવામાં આવી રહ્યો હોવાના બનાવો સામાન્ય બની ગયા છે જેને શ્રી દનીચાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે .
આથી જે બેન્કોના એટીએમમાં પૂરતા પ્રમાણમાં બેલેન્સ ન હોય અથવા તો જે તે બેંકો ની સેવા સંતોષકારક રીતે પુરી પાડવામાં નહીં આવે તો આવી બેંકોની સામે ટુક સમયમાં ગાંઘીગીરી કરવામાં અને બેન્ક ની કથળેલી સેવા બાબતે આક્રોશ વ્યકત કરવામાં આવશે સાથે સાથે બેન્ક ના ફિકસ ડિપોઝિટ ધરાવતા ખાતા ધારકો ને તેની જાણ કરવામા આવશે તેવી ચીમકી બેંકોના ગ્રાહકો વતી શ્રી દનીચા એ આપી છે .
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756