ડભોઇ પોલીસે બાતમી ના આધારે દોઢ લાખ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

ડભોઇ ડિવિઝન ડી.વાય.એસ.પી કલ્પેશ સોલંકી ને અંગત બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે ઢાલનગર વસાહતમા રહેતો જયેશભાઇ કેશુભાઇ ઉર્ફે કેશીયો વસાવા ઢાલનગર વસાહતની નજીક પણસોલી
ગામની સીમમા આવેલ ડભોઇ નગરપાલીકાના ડમ્પીંગ યાર્ડ ના કચરામા તથા શેડમા ભારતીય
બનાવટનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમા જથ્થો બહારથી મંગાવી સંતાડી રાખેલ છે. અને ચોરી
છુપીથી વીદેશી દારુનુ છુટક વેચાણ કરેછે.જે બાતમી ના આધારે ડભોઇ પી.આઈ. એસ.જે.વાઘેલા ની સૂચના થી પોલીસ દ્વારા સ્ટાફના માણસો તથા બે પંચોના માણસો સાથે રાખી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા
ડમ્પીંગ યાર્ડ મા પડેલ પ્લાસ્ટીકની કોથળીઓ ના કચરામા તથા જમણી બાજુ આવેલ શેડની નીચે કચરામા ભારતીય બનાવટનો વિદેશી દારુની પ્લાસ્ટિક ની બોટલો તથા પ્લાસ્ટીક ના ક્વાટર તથા બીયર ના ટીન કૂલ નંગ ૮૬૪ કિંમત રૂ.૧,૪૮,૬૩૨ નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756