વરાછાની 8 વર્ષ ની દીકરી ના પરિવારને દીકરીના ઈલાજ માટે જરૂર છે આપની

નિરાધાર નો આધાર બની જરૂરિયાત મંદ પરિવારની જીંદગી મહેકાવીએ
વરાછા ની 8 વર્ષ ની દીકરી પૂર્વા જેતાણી ને સોશ્યિલ મિડિયા ના કેમ્પઈન થકી માત્ર 20 કલાકમાં જ 2 લાખની મળી સહાય, હવે માત્ર 1.5 લાખ ની મદદ ની છે જરૂર
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા વિપુલભાઈ જેતાણી રત્નકલાકાર તરીકે કામ કરે છે ત્યારે તેમની આઠ વર્ષની દીકરી પૂર્વા જેતાણીને સર્વ પ્રથમ ડેન્ગ્યુની અસર થઈ અને ત્યારબાદ ન્યૂમોનિયા થયો હતો,પૂર્વા ની હાલત એકદમ સિરિયસ કન્ડિશનમાં આવતા હાલ પૂર્વા ને મજૂરા ગેટ ખાતે આવેલ સાચી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે, પૂર્વાને હોસ્પિટલમાં સારવાર નો અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયા નો ખર્ચ થાય એમ છે જે સાંભળતા જ પિતા મુશ્કેલી માં મુકાઈ ગયા હતા,
પૂર્વા ના પિતા ની આર્થિક સ્થિતિ સક્ષમ ન હોય જેતાણી પરિવાર પર અચાનક આભતૂટી પડ્યું હતું ત્યારે એક તરફ દીકરીને બચાવવા માટે મજબૂર પિતા અને બીજી તરફ માની નજર સામે હોસ્પિટલમાં એડમિટ દીકરી , આવા સમય પર વ્યક્તિ પોતાની સુજ્બો જ અને કાર્યક્ષમતા કોઈ બેસે છે સારા અને નબળા વિચારો પણ આવે છે ત્યારે જેતાની પરિવારના આ કટોકટોરી ના સમયમાં હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ સેવક મહેશભાઈ ભુવાને આ બાબતની જાણ થતા મહેશભાઈ ભુવા તાત્કાલિક થી હોસ્પિટલ પર પહોંચી અને જેતાની પરિવારના આ વ્હાલસોયા ફુલ ની સમગ્ર હકીકત જાણી અને સોશિયલ મીડિયામાં આ પોસ્ટ શેર કરી જેનાથી માત્ર 20 કલાકના સમયગાળામાં જ જેતાની પરિવારને રૂપિયા બે લાખ ની વિવિધ દાતાઓ દ્વારા સહાય કરવામાં આવી , આ ચમત્કારિક સહાય મળતા પિતા અને માતા બન્ને ને હરખ ના આંસુ આવ્યા કે ઈશ્વરે આ દાતા ઓને અને મહેશભાઈ ને દૂત બનાવી ને મોકલ્યા છે.
હાલ પૂર્વા વેન્ટિલેટર ઉપર છે. તેના પપ્પા ને સંતાનમાં માત્ર એક જ દીકરી છે અને પોતે ભાડેથી રહે છે અને આર્થિક સ્થિતિ બહુજ નબળી છે.
ત્યારે પૂર્વા ના સંપૂર્ણ સારવાર નો ખર્ચ 3.5 લાખ રૂપિયા છે ,ત્યારે હજી પણ 1.5 લાખ રૂપિયા ની જરૂરિયાત હોય મહેશભાઈ ભુવા અને જેતાની પરિવાર દ્વારા દાતા ઓને અપીલ કરવામાં આવી છે.
આ સહાય દ્વારા એક પરિવાર ના એક ના એક સંતાન ને નવજીવન બક્ષવામાં આપ પણ મદદરૂપ થઇ શકો છો.
ગઈકાલે થી આજ સુધીના ફક્ત 20 કલાકમાં જ સોશિયલ મીડિયા થકી 200000/ બે લાખ જેવી માતબર રકમ દાતાશ્રીઓ પાસેથી એકત્રિત કરી સીધા જ જરૂરિયાત મંદ પરિવારના બેંક ખાતા માં જમા કરાવતા મહેશભાઈ ભુવા..
સોશિયલ મીડિયા ના સદુપયોગ થી ગઈકાલ જ મુકેલી પોસ્ટ કે જેમાં માત્ર 8વર્ષ ની દીકરી પૂરવા વિપુલભાઈ જેતાણી ને ડેન્ગ્યુ અને ન્યૂમોનિયા ની બીમારી થી ઇન્ફેક્શન ની સારવાર માટે મદદ અર્થે પોસ્ટ વહેતી કરી હતી.
આ પોસ્ટ થી વિપુલભાઈ તેજાણી ના બેંક ખાતા માત્ર 20 કલાક માં બે લાખ જમા થયા આજે આ પરિવાર ને આકાશી ટેકો મળી ગયો છે હજુ સારવાર માટે દોઢ થી બે લાખ ની જરૂર પડે તેમ છે.
આવી તો અનેક પોસ્ટો થી નિરાધાર પરિવારો ને મદદ મળી છે.આ દીકરીના કેસ માં સૌ પ્રથમ પોસ્ટ વહેતી કરનાર પ્રથમ મહેશભાઈ ભુવા છે. વિપુલભાઈ એ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે..
આપ ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આપી આ દીકરી નો જીવ બચાવવા મદદ કરો..
પૂર્વા ને સહાય માટે આપ નીચેના નંબર પર ગૂગલ પે અથવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મદદ કરી શકો છો
🙏 વિપુલભાઈ તેજાણી 🙏
🛑 Phone Pay :– 9925060577
Bank :– Bank Of India
A/C No. :–. 270016410007242
IFSC Code :– BKID0002700
Branch:– kanpith Lal Gate Surat
Helping Charitable Trust
👏 નિરાધાર નો આધાર બની જરૂરિયાત મંદ પરિવારની જીંદગી મહેકાવિયે… 👏
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756