મોરબીમાં મહાદેવ તેમજ કષ્ટભંજનદેવ હનુમાન મહારાજ નો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
મોરબી : મોરબીમાં આવતીકાલે રવિવારના રોજ ઉમા ટાઉનશીપ મોરબી-2 મુકામે ઉમાપતિ મહાદેવ તેમજ કષ્ટભંજનદેવ હનુમાન મહારાજનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે.
તા.10ને રવિવારના રોજ સમાપનના દિવસે સાંજે 4:15 કલાકે યજ્ઞ બીડું હોમાંશે અને સાંજે 6:30 કલાકે મહાપ્રસાદ નું આયોજન છે.કોરોના કાળના સમય બાદ યજ્ઞ-યજ્ઞાદિ તેમજ અન્ય ધાર્મિક કાર્યો પણ થશે. યજ્ઞ-નારાયણના દર્શન કરવા પધારવા તેમજ આ નિમિત્તે સાંજે 6.00 કલાકે આયોજીત મહાપ્રસાદ ગ્રહણ કરવા હેતુ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા મંદિર નિર્માણના દાતાઓ ગોપાલભાઈ સરડવા પરિવાર તેમજ મોહનભાઈ ઘોડાસરા પરિવાર તરફથી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756