મોરબીના મહેન્દ્રપરા પાસે ઉકરડામાંથી નવજાત શિશુનું ભ્રુણ મળી આવ્યું : નિષ્ઠુર માતા પ્રત્યે ધિક્કાર

મોરબીના મહેન્દ્રપરા પાસે ઉકરડામાંથી નવજાત શિશુનું ભ્રુણ મળી આવ્યું : નિષ્ઠુર માતા પ્રત્યે ધિક્કાર
Spread the love

મોરબીના મહેન્દ્રપરા રોડના ખૂણા પાસે ઉકરડામાંથી એંક નવજાત શિશુ મળી આવ્યું હતું ત્યજી દેવાયેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સામાજિક કાર્યકર અને પોલીસ ટીમ દોડી ગયા હતા અને બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા રોડના ખૂણા પાસે આસ્વાદ પાન નજીક ઉકરડામાં એક ત્યજી દીધેલ નવજાત શિશુ હોવાની પોલીસને માહિતી આપવામાં આવી હતી કચરાના ઢગલામાં બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિકોને નવજાત શિશુ વિશે માહિતી મળી હતી અને પોલીસને જાણ કરતા તુરંત પોલીસ ટીમ અને મહિલા સામાજિક કાર્યકર હસીનાબેન દોડી ગયા હતા અને બાળકને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જોકે બાળકનું અવસાન થયું હતું જેથી મૃતદેહ પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યું છે અને પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે. અધૂરા માસે જન્મેલા નવજાત શિશુને ત્યજી દેવાયું હતું જેનું મોત થયું હતું તો નવજાત શિશુ ત્યજી દેવાયેલ હાલતમાં મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે અને સૌ કોઈ નિષ્ઠુર માતા પ્રત્યે ધિક્કાર વરસાવી રહ્યા છે

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220709_202933.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!