રૂ.૧૨૦૦૦-૧૩૦૦૦ ભાવના સોયાબીનનું બિયારણ માથે પડશે

રૂ.૧૨૦૦૦-૧૩૦૦૦ ભાવના સોયાબીનનું બિયારણ માથે પડશે
Spread the love

રૂ.૧૨૦૦૦-૧૩૦૦૦ ભાવના સોયાબીનનું બિયારણ માથે પડશે

નેત્રંગમાં ઘોઘમાર વરસાદ ના પગલે ખેડુતોની વાવણી બાકી

સોયાબીન-કપાસના પાકનું મોટેભાગના ખેડુતોનું વાવેતર બાકી

નેત્રંગમાં ઘોઘમાર વરસાદ ના પગલે ખેડુતોની વાવણી બાકી હોવાથી ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતો ચોમાસું પાક કરતાં હોય છે.અમુક વિસ્તારમાં સરેરાસ પાણી રહેતા ઘઉ અને શેરડીનો પાક થાય છે.ગરીબ આદિવાસી ખેડુતોના ખેતરમાં સોયાબીન-કપાસના પાકનું વાવેતર કરીને જીવનધોરણ ચલવતા હોપ છે.

જુન માસના પ્રારંભની સાથે જ આકાશમાં વાદળછાયા વાતાવરણ રહેતા ગમે ત્યારે મેઘરાજનું આગમન થશે તેવું જણાતા ખેડૂતોએ હોંશેહોંશે ખેતર ખેડી રૂ.૧૨૦૦-૧૩૦૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવના સોયાબીનના પાકનું બિયારણની ખરીદી કરીને વાવેતરની તૈયારી કરી દીધી હતી.પરંતુ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલું રાખતા જળબંબાકારની સ્થિતિ ઉદભવી છે.હાલના સમયમાં ખેતરમાં ટ્રેક્ટર જઇ શકે તેવી સ્થિતિ નથી.સોયાબીનના પાકનું વાવેતર શક્ય નહીં હોવાથી ૧૨૦૦-૧૩૦૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવના સોયાબીનના પાકનું બિયારણ માથે પડી શકે તેમ છે.આખું વર્ષ ગરીબ ખેડુતોને હાડમારીનો સામનો કરવો પડી શકે તેમ છે.મેઘરાજા વિરામ કરે તેવી ખેડુતો આજીજી કરી રહ્યા છે.

રિપોર્ટ :- દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!