કાંકણપુરમાં ઠેર ઠેર ખોદકામ કરવાથી કાદવ કિચડથી લોકો ત્રાહિમામ

કાંકણપુરમાં ઠેર ઠેર ખોદકામ કરવાથી કાદવ કિચડથી લોકો ત્રાહિમામ
Spread the love

કાંકણપુરમાં તેમજ પઢિયાર જતા રોડ ઉપર ઠેર ઠેર ખોદકામ કરવાથી કાદવ કિચડથી લોકો ત્રાહિમામ

યુદ્ધના ધોરણે બિસ્માર રસ્તાનું સમારકામ થાય તે માટે આ વિસ્તારના લોકોની માગણી

ગોધરા તાલુકાના કાંકણપુરમાં હાલ ચાલી રહેલી નલ સે જલ યોજના હેઠળ કાંકણપુર ગામમાં ઠેર ઠેર જી.સી.બી દ્વારા સાઈડો ખોદી નાખી છે .જેના પગલે કાંકણપુર જાડેશ્વર ચોકડીથી લઈને બજારમાં ભોઈ ફળિયું,બેન્ક તરફ જતો રસ્તો,તેમજ કાંકણપુર સિવિલ હોસ્પિટલ અને હાઇસ્કુલથી લઈને પઢીયાર ગામ સુધી આવતા રસ્તાની સાઈડ ખોદી નાખેલ છે.જેનું સમાર કામ થયું ન હોવાના કારણે તેમજ કાંકણપુર ચોકડી પર ખાડા પડી ગયેલ હોવાથી ત્યાં અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે. ચોકડી ઉપર ખાડાઓ વ્યવસ્થિત પુરાણ ના કરેલું હોવાના કારણે ખૂબ જ પ્રમાણમાં કાદવ કીચડ થયેલ છે.જેમાં રાહદારી લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે જેના કારણે રોડની વચ્ચે ચાલવું પડતું હોય છે જેથી વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. જ્યારે કાંકણપુર બજારમાં ભોઈ વાળામાં જતા માર્ગમાં વચ્ચો વચ આર. સી.સી.રોડ તોડી પાડેલ છે.જેમાં કાર જેવા વાહનોના એન્જીન નીચે અડી જતા હોય છે.તેમજ તેના કાંકરા બાઇક નીચે આવી જાય છે તેમાં બાઇક સવાર સ્લીપ ખાઈ તેવી પરિસ્થિતિમાં રહીને પસાર થવું પડતું હોય છે.તેમજ ખાસ કરીને લોકોને બેન્કની વારંવાર જરૂર પડતી હોય છે તેમજ એ રસ્તો પેટ્રોલપંપથી લઈને અનેક ગામડાઓને જોડે છે જેના કારણે કેટલાય લોકો આ માર્ગે અવર જવર કરતા હોય છે.જેમાં રસ્તામાં રસ્તા વચ્ચે ઢીંચણ જેટલા ખાડા હોવાના કારણે પાણી ભરાઈ ગયેલ છે.જેથી પસાર થતા વાહનો આ ખાડાઓમાં ખાબકી જાય છે.જેથી વાહન ચાલકોને ભારે નુકશાન ભોગવવું પડે છે.સૌથી મોટી ગંભીર બાબત તો એ છે કે સિવિલ રોડ ઉપર ખાસ કરીને દર્દીઓને સારવાર માટે લઈ જવામાં આવતા હોય છે આવા બિસ્માર રોડની હાલતમાં દર્દી સમયસર હોસ્પિટલ પોહચી શકતો નથી જેના કારણે જીવ પણ ગુમાવાની શક્યતાઓ રહેલી છે.દર્દીને ઇમરજન્સી જરૂર હોય ત્યારે જ રસ્તો બ્લોક હોય છે એમ્બ્યુલન્સને સરળતાથી સાઈડ પણ નથી મળતી. ખબર નઈ તંત્ર હજુ સુધી કેમ ઊંઘમાં છે.આજ રોડ ઉપર એમ.જી.શાહ હાઇસ્કૂલ તેમજ કુમાર -કન્યા પ્રાથમિક શાળાઓ પણ આવેલી છે.આવા ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર ખોદેલા ખાડાઓમાં કાદવ કીચડથી ભરપૂર ભરાઈ ગયા છે. હવે આ રસ્તાઓની સાઈડમાં રહીને બાળકો પ્રસાર થાઈ છે.જયારે કોઈ વાહન ફૂલ ઝડપે અહીંયાથી નીકળે ત્યારે પાણીના છાંટા તેમજ કાદવ કીચડ બાળકો ઉપર ઉડે છે જેથી તેમના યુનિફોર્મ ખરાબ થઈ જાય છે એવીજ હાલતમાં બાળક શરમાતુ શરમાતુ શાળાએ જાય છે.તેને હસી મજાકનો ભોગ બનવું પડે છે.કાંકણપુરથી પઢીયાર તરફ જતો રસ્તો હાલમાં જ બનાવવામાં આવ્યો છે ત્યારે આ એક સુવિધા માટે રોડનો સર્વનાશ કરી દીધો છે. રોડની એક સાઈડ આખી ખોદી નાખતા વાહનચાલકો હેરાન થયા છે તેનું પુરાણ પણ નથી કરવામાં આવ્યું માટીના ઢગલા રોડ ઉપર હજુ પણ જોવા મળે છે. સરકાર આટલા ખર્ચ કરીને રોડ બનાવે છે જેમાં તંત્ર સુવિધાના નામે અસુવિધા ઉભી કરે છે.આવી ગંભીર સમસ્યાઓથી લોકો ફૂલ આક્રોસમાં આવ્યા છે. કોઈ વ્યક્તિ આ સમસ્યાથી મોતનો ભોગ બનશે તેમજ વિદ્યાર્થીઓ શાળાએ જતા લપસી અથવા અન્ય કોઈપણ ઘટનામાં ભોગ બનશે તે માટે જવાબદાર કોણ હશે ? આટલી મોટી સમસ્યા તંત્રને કેમ દેખાતી નથી? ક્યારે જાગશે તંત્ર ? ક્યારે થશે લોકોની આ સમસ્યાનું નિરાકરણ ? છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે પણ તંત્ર કે આ વિસ્તારના સત્તાધીશોને ઊંઘ ઊડતી નથી.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!