થરાદ:તલાટી મંડળ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરશે

થરાદ તલાટી ક્રમ મંત્રીઓ આવતી કાલથી અયોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ઉપંરાત તલાટી ક્રમ મંત્રીઓને પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવતાં હડતાળ ઉપર ઉતરવા કર્યું આહવાન કર્યું છે.રાજ્ય સરકારને ૨૦૧૮ થી સતત રજૂઆતો કરવા છતાં તલાટી ક્રમ મંત્રીઓને કોઈ પણ પ્રકારનો ન્યાય મળ્યો નથી.છેલ્લા કેટલાક સમયથી કરેલી માંગણીઓનું નિરાકરણ નહિ આવતાં ગ્રામ પંચાયત બાબતની કામગીરીનો નો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત રાજ્ય તલાટી ક્રમ મંત્રી મહામંડળના આદેશ મુજબ હડતાળ ઉપર ઉતરી રાજ્ય સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે.હર ઘર તિરંગા યાત્રાને સન્માન આપી ગ્રામ પંચાયત કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ તલાટી ક્રમ મંત્રીઓ ફરકાવશે તેવું જણાવ્યું છે.તલાટી ક્રમ મંત્રી એસોસિએશન પ્રમુખ સહિત હોદ્દેદારોએ આવેદનપત્ર આપ્યું હતું.
થરાદ મામલતદાર દિલીપ દરજી, નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી હડતાળ ઉપર ઉતરવાની જાણ કરી હતી.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756