થરાદ: બોગસ તબીબો ઉપર તંત્ર ની મહેરબાની

બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઇગામ હરેક ગામડામાં બે થી ત્રણ ડિગ્રી વગરના મુન્ના ભાઈઓ અને ઉઘાડ પગા ડોક્ટરો મેડિકલ અને ક્લિનિક લઈને બેઠા છે ત્યારે કયા સાહેબ ની છે મહેરબાની શું તંત્ર કરશે કોઈ કાર્યવાહી
સાહેબ અમને કાઈ ના કેતા હો…!
*થરાદ વાવ સુઈગામ ની ઊંટ વૈદો*
*હાટડીઓ ધમધમે છે હો..!!*
*સરહદી વિસ્તારમાં ઊંટ વહીદોની હાટડીઓ ધમધમી*
*અમૂક મેડિકલના ફાર્મસી ને તો ખબર પણ નથી હોતી ક્યાં ગામે તેના લાયન્સનો અભણો ઉપયોગ કરી રહ્યા છે*
*ગ્રામણીય વિસ્તારોમાં ડોક્ટર બેઠેલા છે તે પોતાની જાતને સર્જન માની રહ્યા છે*
બનાસકાંઠા જિલ્લાના સરદી વિસ્તારના થરાદ વાવ સુઈગામ દિયોદર ભાભર ધાનેરા જેવા તાલુકાઓમાં છેલ્લા કેટલાક સમયથી લઈને ડિગ્રી વગરના મુન્ના ભાઈઓ એમ.બી.બી.એસ ક્લિનિકો અને ધમધમથી મેડિકલ સ્ટોર સામે યોગ્ય કાર્યવાહી કરવા આમ જનતાની માંગ ઉઠવા પામી છે બનાસકાંઠા માં જોકે વાત કરવામાં આવે તો સરદી વિસ્તાર એવા થરાદ વાવ સુઈગામ તાલુકામાં જે અંતરિયાળ વિસ્તાર સરહદને અડીને આવેલા ગામડાઓ છે જે ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી માત્ર ને માત્ર ખાલી 10 પાસ હોસ્પિટલોમાં છ મહિના બાર મહિના સર્વિસ કરીને હાટડીઓ લઈ બેસી ગયા છે લોકોના આરોગ્ય સાથે ભયંકર ચેડા કરવામાં આવી રહ્યા છે જેના અગાઉ પણ કેટલાક પ્રશ્નો સામે આવ્યા હતા ને અત્યારે જે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઊંટ વયદોના કારણે લોકોને ભયંકર રોગનો ભોગ બનવું પડતું હોય છે જ્યારે જ્યારે લોકોને કોઈ ઇન્ફેક્શન લાગ્યા પછી હાથ અધ્ધર કરી દેતા હોય છે અને થરાદની હોસ્પિટલોમાં ધકેલી દેતા હોય છે અત્યારે તો ગામડે ગામડે બેઠેલા મુન્ના ભાઈઓ થરાદની હોસ્પિટલો કરતાં પોતાની ડિગ્રી વધુ માને છે હાઈ ડોજ પાવર ની દવાઓ વાપરી લોકોના આરોગ્ય સાથે ભયંકર ચડા થઈ રહ્યા છે ત્યારે થરાદ વાવ સુઈગામ લાખણી વગેરે વિસ્તારમાં આરોગ્યતંત્ર હાથ ઉપર હાથ ધરીને બેઠો છે શું આરોગ્યતંત્ર કેમ ચૂપ છે તેના અનેક સવાલો ઉઠી રહ્યા છે શું લઠ્ઠા કાંડ જેવી પરિસ્થિતિની રાહ જોઈ રહ્યો છે આરોગ્ય તંત્ર લોકોના જીવન સાથે ગંભીર છેડાઓ કરવામાં આવી રહ્યા છે જે કોઈપણ જાતની ડીગ્રી નથી તેવા લોકો અત્યારે લોકો ના જીવન સાથે ભયંકર છેડા કરી રહ્યા છે આવા લોકો સામે તાત્કાલિક ધોરણે કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવનાર ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ સામે ના આવે જોકે આ બાબતે તંત્ર જાગૃત થઈને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે તો અત્યારે આવી ભયંકર મહામારીમાં લોકો સાથે છેડા થતા અટકી શકે અને આવનાર જોખમને પણ અટકાવી શકે અને આવા ડિગ્રી વગરના બાબુઓને તાત્કાલિક ધોરણે કડકમાં કડક સજા થાય તેવી લોકમુખી માંગ ઉઠી છે અને અત્યારે સરહદી વિસ્તારના ગામડાઓમાં લોકો મુખ્ય જાણવા મળતી માહિતી મુજબ અનેક આરોગ્ય તંત્ર સામે આંગળીઓ ચિંધાઈ રહી છે આવા ઉઘાડ પગાઓ સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે ઊંટ વૈદો ની હાટડીઓ બંધ કરવામાં આવે વધુમાં વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં આવી ઊંટ વયદોની હાટડીઓ ધામ ધમી રહી છે ત્યારે સ્થાનિક આરોગ્ય તંત્ર કેમ મૌન છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે
કે આવા ઊંટ વૈદો દ્વારા કોઈ હીસો તંત્રને પહોંચાડવામાં આવે છે કે શું તંત્ર સુધી હપ્તા જાય છે કે શું કયા કારણોથી સ્થાનિક આરોગ્યતંત્ર કેમ છે ચુપ તેવા અનેક તર્ક વિતર્ક સવાલો લોક મુખે ચર્ચાઇ રહ્યું છે
વધુમાં કે અમારા સંવાદદાતા સ્થાનિક તંત્ર જોડે વાત કરતા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ સંતોષકારક જવાબ મળ્યો નથી અને તંત્ર ન લાગતા વળગતા અધિકારીઓએ વારંમવાર જણાવ્યું કે અમે તપાસ કરી લઈશું અમે તપાસ કરાવીશું આવા જ જવાબો જાણવા મળ્યા છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756