રોટરી કલબ ઓફ વેરાવળ અને ઇનરવીલ કલબ વેરાવળનો પદગ્રહણ સમારોહ યોજાયો

રોટરી કલબ ઓફ વેરાવળ અને ઇનરવીલ કલબ વેરાવળનો પદગ્રહણ સમારોહ યોજાયો
રોટરી કલબ ઓફ વેરાવળ અને ઇનરવીલ કલબ વેરાવળનો પદગ્રહણ સમારોહ ભેડા પાર્ક ખાતે યોજાયો હતો.વર્ષ 2021/22 પ્રેસીડન્ટ રોટે. અનિલ કુમાર સિંગએ સ્વાગત પ્રવચન સાથે ગત વર્ષમા કલબ દ્વારા થયેલ કામગીરી અને ડીસ્ટ્રીક્ટ 3060 દ્વારા પ્રાપ્ત થયેલ એવોર્ડની વાત કરી હતી. સેક્રેટરી દ્વારા ગત વર્ષના પ્રોજેક્ટ અંગેની માહીતિ આપવામાં આવી હતી.ત્યાર બાદ રોટરી કલબના વર્ષ 2022/23 માટે નવા વરાયેલા પ્રેસીડેન્ટની જવાબદારી રોટે. ગીરીશ ઠક્કકને સોંપવામાં આવી હતી.ડીસ્ટ્રીક 3060 ના એડીજી.રોટે. ભરતભાઇ શાહ દ્વારા સપથ લેવડાવી કોલર ટ્રાન્સફર કરી જવાબદારી સોંપવામાં આવી હતી.ઉપરાંત સેક્રેટરી તરીકે રોટે. દીપકભાઇ વઢવાણાને તથા સમગ્ર બોર્ડ મેમ્બર, વેરાવળ પીપલ્સ બેંકના ચેરમેન અશોકભાઇ ગદા, રીઅલ આઇસ એંડ કોલ્ડ સ્ટોરેજના ધનસુખભાઇ પીઠરને નવા મેમ્બર પરીકે સપથ લેવડાવામા આવ્યા હતા.આ તકે નવાવરાયેલા પ્રેસીડેંટ ગીરીશ ઠક્કર દ્વારા રોટેરી આ વર્ષમા આર આઇ થીમ ઇમેજીન રોટરી અને ડીસ્ટ્રીકટ 3060 ના ગવર્નેર રોટે. શ્રીકાંત ઇંન્દાનીના માર્ગન્શનમા ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટ, લીટરેસી, માઇનોર સર્જરી કેમ્પ વગેરે કરવામા આવશે તેમ જણાવેલ એડીજી ભરતભાઇ શાહ દ્વારા આગામી વર્ષો માં રોટેરી કલ્સટર 1 મા સૌ સાથે મળી ડીસ્ટ્રીક્ટના પ્રોજેકટ મા જોડાસુ અને રોટરી કલબ ઓફ વેરાવળ 62 વર્ષ થી કાર્યરત છે , પ્લાસ્ટીક સર્જરી કેમ્પ 35 વર્ષ સુધી કરેલ આગામી વર્ષ મા આવા કાર્યકમો કરવા અંગેનું આહવાન કર્યું હતું.આજ રીતે ઇનર વીલ કલબ વેરાવળના પુર્વ પ્રેસીડેંટ જયશ્રીબેન સોમૈયા દ્વારા નવા વરાયેલા પ્રેસીડંટ પાયલબેન પારેખને કોલર ટ્રાંસ્ફર કરેલ અને વડોદારા થી પધારેલ પીડીસી સુરક્ષા બાથલાએ શપથ લેવડાવી ઇંસ્ટોલેશનની વિધી કરેલ તથાસંસ્થાની સેક્રેટરી વીણાબેન મારૂ , બોર્ડ અને નવાસભ્યોને શપથ લેવડાવેલ અને કલબને આગામી વર્ષમા કામગીરી અંગે માર્ગદર્શન આપી, ઇનરવિહીલ કલવ ના કોન્સટીટ્યુશન અંગેની માહીતી આપી હતી.આ તકે પીપલ્સ કો ઓપ બેંક ના ચેરમેન અશોકભાઇ ગદા ,એમ ડી વિક્રમભાઇ તન્ના, સુનીલભીઇ સુબા સંસ્થાના પાસ્ટ પ્રેસીડન્ટ જનકભાઇ, દેવભાઇ, રાજેશભાઇ પુરોહીત વગેરે ઉપસ્થીત રહ્યા હતા. કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ પ્રોજેક્ટ ગ્રામ ક્લ્યાણ પ્રોજેક્ટ અંતર્ગત ભેટાળી ગામના ગોપી ગૌવેદા સંસ્થાની ગાય આધારીત 35 પ્રોડક્ટનુ પ્રમોશન કાઉંટર અત્રે રાખવામા આવ્યુ હતું . આ કાર્યક્રમનુ સંચાલન સંસ્થાના ટ્રેઝરર હિતેશભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : પરાગ સંગતાણી, વેરાવળ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756