હાલોલમાં સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલો ઓપન લેટર.

પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં એક પત્ર સોશ્યલ મીડિયા માં ખુબ વાયરલ થઈ રહ્યો છે હાલોલ નગરમાં ત્રણ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં સાત વર્ષના બાળક નું મોત નીપજ્યું હતું. આ અકસ્માત થયા પાછળનું મુખ્ય કારણ હાલોલ નગરમાં ઠેર ઠેર ગટર લાઈન માટે રોડ રસ્તાઓ મધ્યસ્તમાં જ ખોદી નાખેલા છે જેથી વારંવાર અવાર નવાર નાના -મોટા અકસ્માત રોજે રોજે થતા હોય છે અને આના કારણે અનેક લોકો આના ભોગ બને છે અનેં અનેં નાની મોટી ઈજાઓ થઈ ઈજાગ્રસ્ત થતા હોય છે અને હાલમાંજ આ બિસ્માર રોડ રસ્તાના નો ભોગ જિલ્લના કોંગ્રેસ ના મહામંત્રી ગુરુરાજ સિંહ નો પણ ભોગ લીધો હતો. અને તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી. અનેકો વખતે આ રસ્તા ઉપર વાહન ચાલકો વચ્ચે નાની મોટી સમસ્યા ને લીધે તકરાર – ઝઘડા ઓ પણ થતા હોય છે. આ બિસ્માર રોડે આજે સાત વર્ષ નો હર્ષલ ગોસાઈ નું ભોગ લીધેલ છે હવે કોઈ હર્ષલ કે કોઈના ઘરનો દિપક ના બુજાય તે હેતુ થી આ પત્ર ને સોસીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અનેકો વખતે હાલોલ નગરના પત્રકાર મિત્રોએ સમાચાર પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયા ના માધ્યમથી આ સમસ્યા ને ઉજાગર કરી છે. પરંતુ નગરપાલિકા અને લાગતા વળગતા સતાધીસો આંખ આડે કાન કરી દેતા હોય છે. મળતી માહિતી મુજબ આ પત્ર લખીવાનું મુખ્ય કારણ એ કે, સત્તા ઉપર બિરજમાન જેઓ કુંભ કરણ ની જે જેમ ઊંઘી રહેલા કુંભકર્ણો ને જગાવવા માટે મુહિમ અને પ્રયત્ન કરી રહ્યા છે. વધુમાં હાલોલ નગરમાં ગટર લાઈન કામ સંપૂર્ણ પણે પૂર્ણ થઈ ચુક્યો છે છતાં આ બિસ્માર રોડ રસ્તા નો સમાર કામ કરવામાં આવતો નથી. અનેકો વખતે બનતી ઘટનાઓ ને જોતા પણ રોડ નું કામ કરવામાં આવતું નથી શુ કોઈ સરકારી બાબુઆ નો કે સત્તા પર બિરાજમાન કોઈ મોટા રાજકીય નેતાના ઘરનો કોઈ ભોગ બનશે ત્યારે આ રોડ રસ્તા નું કામ શરૂ કરવામાં આવશે કે શુ? તેવું આમ પ્રજામાં ચર્ચા નો વિષય બન્યો છે.
રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756