અમરેલી જિલ્લામાં કલા મહાકુંભ યોજાશે

અમરેલી જિલ્લામાં કલા મહાકુંભ યોજાશે
Spread the love

અમરેલી જિલ્લામાં કલા મહાકુંભ યોજાશે

ભાગ લેવા માટે તા.૨૫ ઓગસ્ટ સુધીમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા
અમરેલી : ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર અમરેલીના નેજા હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત કચેરી અમરેલી દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થવાનું છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૦૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ ૨૫મી ઓગસ્ટ છે. ઉમેદવારોએ ઓફલાઈન ફોર્મ ભરી અને આ તારીખ પહેલાં જે-તે તાલુકાના કન્વીનરશ્રીઓને જમા કરાવવાનું રહેશે.
જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ ૧૪ કૃતિઓ સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી જિલ્લા કક્ષએથી શરૂ થતી સ્પર્ધાઓમાં સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) અને ઓરગન, તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી વાદનનો સમાવેશ થાય છે.
કલામહાકુંભમાં રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો વાદન, વગેરે કૃતિઓની સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારો ભાગ લઈ શકશે.
આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે. જેથી જે-તે તાલુકાના કલાકારો પોતાનું અરજીફોર્મ જે-તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે. (૧)અમરેલી તાલુકાના સ્પર્ધક કલાકારોએ દીપક હાઈસ્કૂલ ખાતે કન્વીનરશ્રી અશરફભાઈ પરમાર (૨) બગસરા તાલુકાના સ્પર્ધક કલાકારોએ મેઘાણી હાઈસ્કૂલ બગસરા ખાતે અશ્વિનભાઈ સોલંકી (૩) રાજુલા તાલુકાના સ્પર્ધક કલાકારોએ બાલ ક્રિશ્ના વિદ્યાપીઠ ખાતે રમેશભાઈ ડેરવાળીયા (૪) જાફરાબાદ તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી પારેખ મહેતા હાઇસ્કૂલ ખાતે વિમલભાઈ અગ્રાવત (૫) કુકાવાવ તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી સુરગવાળા સાર્વજનિક હાઇસ્કૂલ વડીયા ખાતે એમ.જી.મોરી (૬) ખાંભા તાલુકાના સ્પર્ધક કલાકારોએ જે.એન.મહેતા હાઈસ્કૂલ ખાતે અજીતસિંહ ગોહિલ (૭) બાબરા તાલુકાના સ્પર્ધક કલાકારોએ જ્ઞાનજ્યોત વિદ્યાલય ખાતે હરેશભાઈ વડાવીયા (૮) ધારી તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી વી.પી.જી.ગર્લ્સ હાઇસ્કૂલ ધારી ખાતે પારુલબેન પટેલ (૯) સાવરકુંડલા તાલુકાના સ્પર્ધક કલાકારોએ સાવરકુંડલા તાલુકા યુવક મંડળ ખાતે ધર્મશંકરભાઈ ભટ્ટ (૧૦) લીલિયા તાલુકાના સ્પર્ધક કલાકારોએ નાલંદા વિદ્યાલય ભોરિંગડા ખાતે વિજયભાઈ બાંભણિયા (૧૧) લાઠી તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રીમતિ એન.એચ.સંઘવી કન્યા વિદ્યાલય ખાતે દર્શનાબેન ગીડાને જમાં કરાવવાના રહેશે. કલા મહાકુંભનો વિગતવાર પરિપત્ર કચેરીના બ્લોગ એડ્રેસ dsoamreli.blogpost.com પરથી અથવા જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી રૂમનં.૧૧૦/૧૧૧, પ્રથમમાળથી મેળવી શકાશે, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વી.બી.પરમારની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

LOKARPAN-@-Official-✍🏻-20220808_172545.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!