“કોમ્પ્રીહેન્સીવ હોર્ટિક્લ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ”નો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી —

અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ “કોમ્પ્રીહેન્સીવ હોર્ટિક્લ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ”નો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી
અમરેલી તા.૦૮ ઓગસ્ટ, ૨૦૨૨ (સોમવાર) બાગાયત ખાતાની “કોમ્પ્રીહેન્સીવ હોર્ટિક્લ્ચર ડેવલપમેન્ટ’ યોજના હેઠળ બાગાયતની ખેતી કરતા ખેડૂતોને સરકાર દ્વારા વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. ખેડૂતો આ પોર્ટલ પર આગામી તા.૦૩/૦૯/૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના હેઠળ બાગાયત યાંત્રીકરણ, બાગાયત માળાખાકીય સુવિધાઓ, વર્મીકમ્પોસ્ટ યુનીટ, પ્લાસ્ટિક આવરણ પૈકીના ઓછામાં ઓછા બે ઘટકમાં સહાયતા મળી શકે છે. ખેડૂતો પોતાના ઇ-ગ્રામ સેન્ટર કે ખાનગી ઇન્ટરનેટ સેન્ટર પરથી અરજી કરી શકે છે. અરજી કરવા માટે ૭/૧૨, ૮-અ, હક્ક પત્રક (નમુના-૬)ની નકલ, જાતિના દાખલાની નકલ (અનુ. જાતિ/અનુ.જન જાતિના કિસ્સામાં) બેંક પાસબુકની નકલ, પ્રોજેક્ટ પ્રપોઝલ માટે જરૂરી ક્વોટેશન, રજિસ્ટર્ડ ટ્રસ્ટ, એફપીઓ, એફપીસી, સહકારી મંડળીના કિસ્સામાં રજિસ્ટ્રેશન, હેતુ, પ્રવૃતિઓ, બંધારણ, સભ્યો/સભાસદ, વગેરેને લગતા સાધનીક કાગળો અને છેલ્લા ત્રણ વર્ષનો ઓડિટ રિપોર્ટ, જમીન તથા પાણીના ચકાસણી રિપોર્ટ સાથે અરજીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બાગાયત ભવન ચક્કરગઢ રોડ, સરદાર ચોક, રામેશ્વર મંદિરની બાજુમાં અમરેલી ફોન.નં. (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર રજૂ કરવા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756