ગાંધીધામ ચેમ્બર ભવનમાં આગેવાનો સાથે બેઠક યોજાઈ

ગાંધીધામ ચેમ્બર ભવનમાં ૧૦૦ થી વધુ સમાજ/સંગઠનોના આગેવાનો સાથે બેઠક યોજાઈ
સંકુલના વિકાસને લગતા અનેક પ્રશ્નોની વણઝાર
ગાંધીધામ ચેમ્બરના પ્રયાસોની થઈ પ્રશંસા
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખશ્રી તેજા કાનગડની અધ્યક્ષતામાં યોજાયેલ વિવિધ સમાજ/સંગઠનોના પ્રમુખ- હોદેદારોને આવકારતાં તેઓએ જણાવ્યું હતું કે ચેમ્બરના ૬૯ વર્ષના ભવ્ય ભૂતકાળ અને પુરોગામી હોદ્દેદારોના પરિશ્રમથી તથા વિવિધ સમાજોના સહયોગથી સંકુલના વિકાસના અને જનકલ્યાણના કાર્યો થતા રહ્યા છે, પરંતુ આજે દરેક સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંકુલના પ્રવર્તમાન પ્રશ્નો અને સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરી સૌના સહિયારા પ્રયાસોથી તેનું નિરાકરણ કરવા માટે તથા સંલગ્ન વિભાગો જોડે સંક્લન કરવાના સંકલ્પ સાથે બેઠકનો હેતુ જણાવ્યો હતો. ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રીશ્રીએ બેઠક સંકુલ માટે મહત્વની ગણાવી ગાંધીધામ ચેમ્બર ધ્વારા ગત સાત માસમાં થયેલ વિવિધ કાર્યોનો ટુંકો ચિતાર આપ્યો હતો સાથે- સાથે કેન્દ્ર કે રાજય સ્તરે થયેલ ચેમ્બરની રજુઆતોને મળેલ સફળતાની ફ્લશ્રુતિ વર્ણવી હતી તેમજ ચેમ્બરને રાજયના મુખ્યમંત્રીના વરદ હસ્તે મળેલ ગૌરવ એવોર્ડનો ઉલ્લેખ કરી આ સંકુલ માટે તેને ગૌરવવંતી ક્ષણ લેખાવી હતી અને ઉપસ્થિત સમાજના આગેવાનોને વિગતવાર પ્રશ્નો અને સૂચનો રજુ કરવા આમંત્રયા હતા. આ તબક્કે વિવિધ સમાજોના પદાધિકારીઓ ધ્વારા રાહેર અને સંકુલને સ્પર્શતા પ્રશ્નો વિષે આકરી રજુઆતો કરી હતી જેવી કે, શહેરના મુખ્ય અને આંતરિક માર્ગોની અત્યંત જર્જરિત હાલત, ઠેર-ઠેર વ્યાપેલ ગંદકી, ક્ચરાના ગંજ, બાવળ- ઝાડીની સફાઇ, ઉભરતી ગટરો, શહેરના મુખ્ય માર્ગો, મુખ્ય બજાર તથા શહેરના પ્રવેશદ્વાર સમા નેશનલ હાઇવે અને કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા અસંખ્ય ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર પાર્કીંગો, ટ્રાફિક સમસ્યા, સીટી બસ સુવિધાનો અભાવ, જાહેર માર્ગો ઉપર રખડતા પશુધનથી થતાં અસ્માતો જેવી ઘણી બધી સમસ્યાઓથી નગરજનો ત્રસ્ત થઇ ગયેલા છે, એવી રાડ ઉઠી હતી. ગાંધીધામ-આદિપુર જોડિયું શહેર દરેક રીતે આર્થિક રાજધાનીના ધારા-ધોરણ પુરા કરતું હોઇ અને અંદાજે ૬ થી ૭ લાખ ધરાવતી વસ્તીનું શહેર હોઇ નગરપાલિકા અને ડીપીએને પુરતા પ્રમાણમાં વેરા ચુક્યતું હોવા છતાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી પીડાય છે. સંકુલની જમીનને સંપૂર્ણપણે ફ્રીહોલ્ડ કરવાની વર્ષો જુની માંગ પુરી ન થતાં નગરજનોને એસઆરસી, ડીપીએ અને જીડીએ જેવી સંસ્થાઓમાં સંક્લનના અભાવે સંકુલના લોકોને નિયમિત ટેક્ષની ભરપાઇ કરવા છતાં અત્યંત હાડમારી ભોગવવી પડે છે. ગાંધીધામ શહેરની મધ્યમાં આવેલ પ્રસિધ્ધ રામલીલા મેદાનને નગરપાલિકા દ્વારા હેતુભંગ કરીને શહેરના કચરાની ડમ્પ સાઇટ બનાવી દેતા શહેરમાં ભયંકર રોગચાળો ફેલાવવાના ભય સાથે આગેવાનોએ ખૂબજ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
શહેરમાં આવેલા રાષ્ટ્રીય સ્મારકો પ્રતિમાઓની યોગ્ય જાળવણી થતી નથી, જીડીએના ચેરમેનની જગ્યા ઉપર પ્રજાકીય પ્રતિનિધિની વર્ષોથી નિમણૂંક થતી નથી. દેશમાં ગાંધીધામ, ગાંધીનગર અને ચંડીગઢ એક્જ તર્જ ઉપર નિર્માણ પામેલ શહેરો હોવા છતાં ગાંધીધામ સ્માર્ટ સીટીના પરિપેક્ષમાં પાછળ રહી ગયેલ છે, સંકુલમાં પાયાના શિક્ષણ સુવિધા જેવી કે ઇજનેરી અને મેડીક્લ કોલેજ/યુનિવર્સિટી કે ર્પોટસ સંકુલ પણ નહિં હોવાથી સંકુલના યુવાનોને અન્ય શહેરોમાં અભ્યાસઅર્થે જવું પડે છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતી ટ્રેનો માટે વારંવાર રજુઆત કરવા છતાં પણ ટ્રેનો ચાલુ કરવામાં આવેલ નથી તથા હવાઇ સુવિધા જેવી અનેક સગવડોથી સંકુલને વંચિત રાખવામાં આવ્યું હોવાની લાગણી વ્યક્ત કરી વિવિધ સમાજોના આગેવાનોએ ગાંધીધામ ચેમ્બરને આગેવાની લઇ પ્રશ્નોના નિરાકરણ અર્થે અસરકારક રજુઆત કરવા માટે આહવાન કર્યુ હતું અને હાલમાં ફેલાયેલ લમ્પી વાયરસ મુદ્દે ગૌધનને બચાવવા ગાંધીધામ ચેમ્બર અને અન્ય બધી જ સંસ્થાઓના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા હતા. આ તબકકે ચેમ્બર માનદ મંત્રીશ્રી મહેશ તિર્થાણીએ તમામ પ્રશ્નો મુદ્દાસર નોંધી આ માટે ફરી તમામ સમાજોની બેઠક બોલાવી જે-તે ક્ષેત્રે કે વિભાગના પ્રશ્નો હશે તેમની સાથે રૂબરૂમાં તેનું નિરાકરણ કરવાની કોશિષ કરવામાં આવશે અને ટુંક સમયમાં નગરપાલિકાના હોદેદારો સાથે બેઠકનું આયોજન હાથ ધરવા ખાત્રી આપી હતી. કાર્યક્રમના અંતમાં ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી ઇશિતાબેન ટીલવાણી, મધુકાંત શાહ, પુનિતભાઈ દુધેરિયા, મોમાયાભા ગઢવી, ભરતસિંહ જાડેજા, બાબુભાઇ ગુજરીયા, ધનજીભાઇ નારાણ હુંબલ (ચેરમેનશ્રી સિંચાઇ સમિતિ) ગાંધીધામ ચેમ્બર ખાતે પધાર્યા હતા અને તા. ૧૩.૮.૨૦૨૨ ના રોજ તિરંગા યાત્રામાં બધાજ સમાજોને જોડાવવા આહવાન અને અપીલ કરી હતી અને સભામાં ચર્ચાયેલા બધા જ મુદ્દાઓનું ટુંક સમયમાં બેઠક યોજીને નિરાકરણ કરી આપવાની ખાત્રી આપી હતી. આ કાર્યક્રમમાં ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડ, ઉપ પ્રમુખ આદિલ સેઠના, માનદ મંત્રીશ્રી મહેશ તિર્થાણી, માનદ સહ મંત્રી શ્રી જતિન અગ્રવાલ, કોષાધ્યક્ષ શ્રી હરીશ માહેશ્વરી, ચેમ્બરના પૂર્વ પ્રમુખો સર્વશ્રી ચંપાલાલ પારેખ, પારસમલ નાહટા, કારોબારી સમિતિના સભ્યો સર્વશ્રી શરદ રોટ્ટી, રામકરણ તિવારી, નવનીત ગજ્જર, દિપક પારેખ, રાજુ ચંદનાની, અનિમેષ મોદી, આશિષ જોષી, સંજ્ય ગાંધી, હેમચંદ્ર યાદવ, મુરલીધર જગાણી, સુરેશ અગ્રવાલ, દેવ મોહનાની, સુરોજિત ચક્રવતી, મહિલા વીંગના ડો. કાયનાત અંસારી આથા, રાજભા ગઢવી. અન્ય સંગઠનના અગ્રણી, બ્રહ્મ સમાજ, અગ્રવાલ સમાજ, પાટીદાર સમાજ, વેપારી મંડળ, કામધેનું ગૌ સેવા મંડળ, ઉત્તર દક્ષિણ ભારતીય સમાજ, બંગાળી સમાજ, મારવાડી સમાજ, નાગર પરિષદ કુરૂકુળ યુથ ક્લબ, શીખ સમાજ, સોની સમાજ, બંગાલી એસોસીએશન, સિન્ધી સમાજ, કચ્છ કડવા પાટીદાર, ઉત્તર ભારતીય ક્ચ્છ સેવા સમાજ, ગાંધીધામ ગુરૂનાનક સીખ સભા, વિ. જાડાયા હતા. ચર્ચામાં સર્વશ્રી ચંપાલાલ પારેખ, સ્વામીનાથ દુબે, કુમારભાઇ રામચંદાણી, સુરેશભાઇ, સંજય ગાંધી, શ્રી વાસુદેવ પટેલ, શ્રી મુકેશ પટેલ, શ્રી આશિષ જોષી, શ્રી દેવ મોહનાની, શ્રી સુરોજિત ચક્રવર્તી, શ્રી હેમચંદ્ર યાદવ, રાજભા ગઢવી, સોનિયા અચંતાણી, રમેશ પરમાર, મધુ મેનન, નિંજ ચોપરા, દિપક પટેલ, ડો. કાયનાત અંસારી આથા, નંદલાલ ગોયલ, વિગેરેએ ભાગ લીધો હતો, તેવું ચેમ્બરના માનદ મંત્રીશ્રી મહેશ તિર્થાણીએ અખબારી યાદીમાં જણાવ્યું છે
રિપોર્ટ : ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756