વડિયા યુથ કોંગ્રેસ દ્વારા ધાનાણી ના જન્મદિવસ નિમિતે દેશપ્રેમ બતાવી વિના મુલ્યે તિરંગા નુ વિતરણ કરાયું

વડિયા યુથ કોંગ્રેસ દ્વારા ધાનાણી ના જન્મદિવસ નિમિતે દેશપ્રેમ બતાવી વિના મુલ્યે તિરંગા નુ વિતરણ કરાયું
લોકોને પોતાના ઘરે ઘરે તિરંગા લાગવી સ્વતંત્ર પર્વ ઉજવવા વિનામૂલ્યે કરાયું વિતરણ
ફી તિરંગા વિતરણ કરી દેશપ્રેમ બતાવવા એડિચોટી નુ જોર લાગવતી યુથકોંગ્રેસ
વડિયા
સમગ્ર દેશ આઝાદી ના 75વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે દેશની આન બાન અને શાન સમા તિરંગા ધ્વજ ને તારીખ 13થી 15 સુધી ઘર ઘર લગાવી દેશપ્રેમની ભાવના લોકોમાં વિકસાવવા માટે ઘર ઘર તિરંગા, તિરંગા યાત્રા ના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘર પર તિરંગો લહેરવી અને ગર્વ અનુભવી શકે તેવા શુભ હેતુથી l કોંગ્રેસ પક્ષ અને યુથ કોંગ્રેસ દ્વારા વડિયા ના કોંગ્રેસ કાર્યાલય થી વિના મુલ્યે રાષ્ટ્રધ્વજ એવા તિરંગા નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ વિતરણ કાર્યક્રમ મા અમરેલી , જિલ્લા યુથ કોંગ્રેસ ના મહામંત્રી જુનેદ ડોડીયા, તાલુકા યુથ કોંગ્રેસ ના ભૌતિક પાંધી, જિલ્લા કોંગ્રેસ ના ઉપ પ્રમુખ સદસ્ય ધર્મેન્દ્ર પાનસુરીયા,જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી દિલીપ શીંગાળા,
તાલુકા પંચાયત સદસ્ય હકાભાઈ ભરવાડ,તાલુકા અનુ.જાતિ સેલ ના અતુલ પડાયા, માઇનોરિટી સેલ ના રાજ઼ નાગલા,સાગર મકવાણા, હસુભાઈ વાણીયા સહીત ના આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહી વિના મુલ્યે તિરંગા વિતરણ કરી ધારાસભ્ય પરેશ ધાનાણી ના જન્મદિવસ ની ઉજવણી સાથે સ્વતંત્રતા પર્વ મહોત્સવ ની ઉજવણી કરાઈ હતી. કોંગ્રેસ દ્વારા પણ વિનામૂલ્યે તિરંગા વિતરણ કરી ને દેશપ્રેમ ની લાગણી બતાવવા ના પાછળ ના રહી જાય તે માટે એડિચોટી નુ જોર લગાવ્યું હોય તેવુ જોવા મળી રહ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756