ડભોઇ ધારાસભ્ય દ્વારા ગુજરાત ની ચળવળ માં શહીદ થનાર શહીદ કલ્યાણજી ના સ્મારક ને શ્રદ્ધાંજલી અર્પણ કરી

ડભોઇ માં ગુજરાત ની ચળવળ માં શહીદ થનાર શહીદ કલ્યાણજી ના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ મહેતાએ (સોટ્ટા)એ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી ઇન્દુલાલ યાજ્ઞિક ના વડપણ હેઠળ જે મહાગુજરાત ની ચળવળ ચલાવવામાં આવી હતી જેમાં કેટલાક લોકો શહીદ થયા હતા.જેમાં ડભોઈ દર્ભાવતીના કલ્યાણ ભાઈએ પણ મહા ગુજરાત ની ચળવળ કાજે પોતાના સીના પર ગોળીઓ ખાઈ પોતાનું જીવ કુરબાન કરી શહીદી અપનાવી હતી.જેને લઇ દર વર્ષે તેઓને યાદ કરી કલ્યાણ પોળ શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી તેઓને યાદ કરાય છે.આ પ્રસંગે ડભોઇ શહેર પ્રમુખ ડો.સંદીપ શાહ,શહેર મહામંત્રી અમિત સોલંકી,વંદન પંડ્યા,કોર્પોરેટર શીતલબેન પટેલ,સમર શાહ,મુમતાજબાનું સખીવાલા,પાલિકા પ્રમુખ કાજલબેન,ઉપપ્રમુખ એમ.એચ પટેલ,સુકીર્તિબેન પટેલ,સોનલબેન સોલંકી,બીરેન શાહ સહિત મોટી સંખ્યા માં ત્યાં રહેતા રહીશો તેમજ કોર્પોરેટર હાજર રહી શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી યાદ કર્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756