ગઢડા (સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિર ના પુરાણી સ્વામી નો અક્ષરવાસ ૨૫ ઓગસ્ટે ગુણાનુવાદ સભા

ગઢડા (સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિર ના પુરાણી સ્વામી નો અક્ષરવાસ ૨૫ ઓગસ્ટે ગુણાનુવાદ સભા
ગઢડા(સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિર ના પુરાણી સ્વામી નો અક્ષરવાસ
ગઢડા(સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિરમાં છેલ્લા ૭૮ વર્ષથી સેવારત પારાયણ કરતા પુરાણી સ્વામી ભાનુપ્રસાદ દાસજી ગુરૂ સ્વામી ધર્મ કિશોરદાસજી ભગવદ સેવા સ્મરણ કરતા તા.૧૨/૮/૨૨ નારોજ અક્ષરવાસી થયેલ છે. સંપ્રદાય અને સત્સંગ માં કારીયાણી ઈંગોરાળા, રાણપુર તથા ખાલપર ગામમાં ભવ્ય નૂતન મંદિર બનાવવા ઉપરાંત ગઢપુર ગોપીનાથજી દેવ મંદિર માટે પણ તેમની પ્રેરણા થકી ઘણી મોટી સેવાઓ કરી હરી ભક્તોમાં આદરણીય સ્થાન મેળવ્યું હતુ. તેમની ત્રયોદશા તીથી નિમિત્તે તા.૨૫-૮-૨૦૨૨, ગુરુવાર સવારે ૮ થી ૧૧ કલાકે મંદિર ખાતે ગુણાનુવાદ સભા રાખવામાં આવેલ હોવાનું ચેરમેન હરીજીવન સ્વામી અને શાંતિ પ્રસાદ સ્વામી તરફથી અનુયાયીઓ જોગ જણાવવામાં આવેલ.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756