શ્રી ભોજલરામ મિત્ર મંડળ ધારી દ્વારા ૧૫મો સારસ્વત સત્કાર સમારોહ ધામધૂમ પૂર્વક યોજાયો

શ્રી ભોજલરામ મિત્ર મંડળ ધારી દ્વારા ૧૫મો સારસ્વત સત્કાર સમારોહ ધામધૂમ પૂર્વક યોજાયો
Spread the love

ધારી શ્રી ભોજલરામ મિત્ર મંડળ ધારી દ્વારા ૧૫મો સારસ્વત સત્કાર સમારોહ ધામધૂમ પૂર્વક યોજાયો
ધારી શ્રી ભોજલરામ મિત્ર મંડળ ધારી દ્વારા ૧૫મો સારસ્વત સત્કાર સમારોહ ધામધૂમ પૂર્વક યોજાયો
(વિદ્યાર્થીસન્માનની સાથે,વિશિષ્ટ પ્રતિભા, નિવૃતિ સન્માન તથા જ્ઞાતી રત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું)
ધારી તા લુકાનાં શ્રીભોજલરામ મીત્ર મંડળ દ્વારા અભ્યાસ કરતાં સમાજ ના વિદ્યાથી ઓનો ૧૫ મો સરસ્વતી સત્કાર સમારોહ વિશિષ્ટ પ્રતિભા, નિવૃતિ સન્માન સમારોહ માન. વસંતભાઈ ગજેરા અગ્રણી કેળવણીકાર ની અધ્યક્ષતા માં તથા માન.ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા, ચતુરભાઈ ચોડવડીયા (અગ્રણી બિલ્ડર) વિનુભાઈ ચોડવડીયા (નવિન જેમ્સ સુરત) એ ઉદ્ઘાટક પદ શોભાવેલ. આ કાર્યક્રમમા પૂર્વ ધારા સભ્યશ્રી મનસુખભાઈ ભુવા, તથા ઉધોગપતિ ધરમશીભાઈ બવાસીયા,વિપુલભાઈ માલવિયા ઉધોગપતિ,વિનુભાઈભુવા, ની ઉપસ્થિતિમાં પટેલ વાડી ધારી ખાતે તારીખ ૧૪/૦૮/૨૦૨૨ને રવિવારનાંરોજ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે પ્રવીણભાઈ કસવાળા એ ઉપસ્થિત સૌનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમા વિશિષ્ટ પ્રતિભાઓ નિવૃત કર્મચારીઓ વિવિધ ક્ષેત્રમા ફરજ બજાવતા કર્મચારીઓ સન્માન કરવામાં આવ્યું મોટીવેશન સ્પીકર ડૉ પવન દ્વિવેદી સાહેબ દ્રારા સાંપ્રત પરીસ્થીતી વિષે માર્ગદર્શન આપ્યું વિઠ્ઠલ તીડી વેબ સીરીજ નાં લેખક મુકેશભાઈ સોજીત્રા હાજર રહેલ. તેમજ પોતાનાં વક્તવ્ય માં સમાજના સંગઠન પર ભાર મૂક્યો હતો.આ સાથે સાથે વિશિષ્ટ પ્રતિભા તેમજ નિવૃત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ત્રિવિધ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં સદસ્ય શ્રીમતી કમળાબેન ખોડાભાઈ ભુવા,અશ્વિનભાઈ કુંજડીયા,તાલુકા પ્રમુખ જયશ્રીબેન કાનાણી તાલુકા પંચાયતના સદસ્યશ્રી ઓનું પણ સન્માન કરેલ.આ કાર્યક્રમમાં,ખોડાભાઈ ભુવા, ડૉ વાડદોરીયા સાહેબ, ડૉ.ગોંડલીયા સાહેબ તેમજ પટેલ સમાજ ના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.કાર્યક્રમનુ સુંદર અને સફળ સંચાલન પ્રા. હરેશભાઈ બાવીશી દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ ને સફળ બનાવવામાં રસિકભાઈ સખરેલીયા, મનસુખભાઇ રામાણી, , મુકેશભાઇ કાનાણી, મનસુખભાઇ વસ્તાણી, દિનેશભાઇ સોજીત્રા, નારણભાઇ સતાસિયા, વિપુલભાઈ ગાજીપરા, રમેશભાઈ ઠુમર,ગીરીશભાઈ લહેરી, સુરેશભાઇ સભાયા, રમેશભાઇ અંટાળા, આશિષભાઈ તેજાણિ, લલિતભાઈ દેસાઇ, રમેશભાઈ ભુવા, રોહિતભાઈ માળવિયા, વિજયભાઈ કોરાટ, સુરેશભાઇ દેસાઈ, જયસુખભાઈ હરખાણી, નૈમિષભાઈ વિરડીયા,સંજયભાઈ આંસોદરિયા, મુકેશભાઇ રાદડીયા એજહેમત ઉઠાવેલ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220816-WA0005.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!