હાવતડ પ્રા શાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ ધ્વજવંદન કાર્યક્રમની શાનદાર ઉજવણી

હાવતડ પ્રા શાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ ધ્વજવંદન કાર્યક્રમની શાનદાર ઉજવણી
દામનગર હાવતડ પ્રાથમિક શાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ-સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ ધ્વજવંદન કાર્યક્રમની શાનદાર ઉજવણી
શ્રી હાવતડ પ્રા.શાળા માં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ગ્રામજનોની બહોળી સંખ્યામાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ સાથે રંગારંગ દેશ ભક્તિની કૃતિઓ તથા બાળભગત નાટક તથા મેરા રંગ દે બસંતી ચોલા ….ગીત સાથે ભવ્ય ઊજવણી કરવામાં આવી
એસ.એમ.સી.અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન બાદ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત,દેશભક્તિ ગીત;માઇમ,વિવિધ કૃતિઓ રજૂ થઈ તેમજ તિરંગાના મહત્વ પર બાળકોનું વકતવ્ય તેમજ શાળાના આચાર્યશ્રી શૈલેષભાઇ ડી.જોટંગિયા દ્વારા પ્રાસંગિક વકતવ્ય તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ દ્વારા હર ઘર તિરંગા અને મોટિવેશન વક્તવ્યો રજુ થયા.વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.કાર્યક્રમના અંતમાં બાળકો દ્વારા હર ઘર તિરંગા અને વંદે માતરમ ના જયઘોષ કરવામાં આવ્યા.શાળાના શિક્ષિકા વિસાણી પ્રવિણાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ગોંડલીયા કીર્તિભાઈ કર્યું હતું.શાળાના શિક્ષકો અર્ચનાબેન,ધર્મિષ્ઠાબેન,તુલસીભાઈએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756