થરાદ મીઠા હાઈવે પર ગૌમાતા ને ટક્કર મારી વાહન ચાલક ફરાર

થરાદ મીઠા હાઈવે ઉપર ગાયો ને ટક્કર મારી વાહન ચાલક ફરાર
થરાદ મીઠા હાઇવે પર વહેલી સવારે કોઈ વાહન ચાલકે ગાયોને અડફેટમાં લેતાં ત્રણના ઘટના સ્થળે મોત બે ઇજાગ્રસ્ત ગાયોને ભાભર ખાતે સારવાર અર્થે મોકલવામાં આવી હતી.થરાદ મીઠા હાઇવે પર વહેલી સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ગાયોને અડફેટમાં લેતાં ત્રણ ગાયોના ઘટના સ્થળે રોડ પરજ મોત નિપજ્યા હતા જ્યારે બે ગાયો ઘાયલ થતાં એમ્બ્યુલન્સ દ્વારા ભાભર ગૌસેવા કેન્દ્ર ખાતે સારવાર અર્થે મોકલવામાં આવી હતી બનાવની વિગત અનુસાર જાણવા મળ્યું હતું કે થરાદ મીઠા હાઇવે પરના સણધર ગામના પાટિયા નજીક ગાયોને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઈ ગાયોના મોત નિપજાવી વાહન ચાલક ફરાર થઇ જવા પામ્યો હતો હતો સ્થળ ઉપર ત્રણ ગાયોના મુત દેહ તેમજ બે લોહીલુહાણ હાલતમાં ગાયો રોડ પર પડી હોવાની હાઇવે પર પસાર થતા રાહદારીના નજરે પડતાં જલારામ ગૌસેવા યુવક મંડળ થરાદ સંચાલક વિનોદભાઈ ઠક્કર ના મોબાઈલ નંબર પર જાણ કરવામાં આવતાં વિનોદભાઈ ઠક્કરે જલારામ ગૌસેવા મંડળની એમ્બ્યુલન્સ રવાના કરી ઇજાગ્રસ્ત પામેલ ઘાયલ ગાયોને સારવાર અર્થે ભાભર જલારામ ગૌસેવા કેન્દ્ર ખાતે મોકલી હતી.
એકબાજુ કુદરતના કોપાયમાનથી ગૌવંશ ઉપર મોટી આફત આવી પડી છે હિન્દૂ ધર્મનો સ્તંભ અને તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે જે આજે ગૌમાતાની હાલત કફોડી બની જવા પામી છે પેટ ભરવા માટે રસ્તાઓ પર ઠેરઠેર ભટકવું પડે છે તેવી આફત વચ્ચે લમ્પી નામના વાયરસ જેવી ભયંકર બીમારીમાં ગૌમાતાઓ તેમજ ગૌવંશ ભોગ બની મોત ને ભેટી રહી છે ત્યારે આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ગૌમાતાઓને અડફેટમાં લઈ મોત નિપજાવતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756