જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રસીકરણ કામગીરી અંતર્ગત જિલ્લાકક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રસીકરણ કામગીરી અંતર્ગત જિલ્લાકક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ
અમરેલી : જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રૂટીન રસીકરણ અંતર્ગત જિલ્લાકક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોવિડ-૧૯ રસીકરણ કામગીરી સમીક્ષા, રૂટીન ઇમ્યુનાઈઝેશન કામગીરી સમીક્ષા, Td વેક્સિનેશન સમીક્ષા વગેરે વિષયક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં આજસુધીમાં કોવિડ-૧૯નો બીજો ડોઝ બાકી હોય ઉપરાંત પ્રિકોશન ડોઝ બાકી હોય તેવા તમામ લોકોને રસી આપવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણ કામગીરી ઉત્તમ રીતે કરવામાં આવી હોય આથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવે રસીકરણની કામગીરીને લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો અને સંબંધિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લામાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૧૦ અને ૧૬ વર્ષ ઉંમર ધરાવતાં બાળકોને ટી.ડી. વેક્સિનેશનથી રક્ષિત કરવામાં આવે તે માટે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવે ટી.ડી. વેક્સિનેશન કામગીરી ઝડપથી કરવા માટે ઘટતું કરવા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને સૂચના આપી હતી. ઉપરાંત ૧૨ થી ૧૪ વર્ષના બાળકોમાં કોવિડ-૧૯ રસીકરણ કામગીરી ઝડપી કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, નગરપાલિકાની અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756