સાબરકાંઠા જિલ્લા કલેકટરે મતદાર યાદી સુધારણા કાર્યક્ર્મ સ્થળની મુલાકત લીધી.

સાબરકાંઠા જિલ્લા કલેકટરે મતદાર યાદી સુધારણા કાર્યક્ર્મ સ્થળની મુલાકત લીધી.
Spread the love

સાબરકાંઠા જિલ્લા કલેકટરે મતદાર યાદી સુધારણા કાર્યક્ર્મ સ્થળની મુલાકત લીધી.

સાબરકાંઠામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમના બીજા રવિવારે નવા ૪૧૭૮ મતદારો ઉમેરાયા્

સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા. ૨૮ ઓગસ્ટ ખાસ ઝુંબેશ રવિવારના દિવસના રોજ જિલ્લા સમાહર્તા હિતેષ કોયાએ ઇડર મતદાર વિભાગના મતદારયાદી સુધારણા કાર્યક્રમ સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ બી.એલ.ઓ. અને મતદારો સાથે ચર્ચા કરી હતી.

ભારતના ચુંટણી પંચ દ્રારા મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરાવા માટે હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા. ૧૨ ઓગસ્ટ થી તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ નિયત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. ૨૮ ઓગસ્ટના રવિવારના રોજ નવા ૪૧૭૮ મતદારોનો ઉમેરો થયો હતો. ગત રવિવાર થી અત્યાર સુધીમાં કુલ ૫૪૨૮૭ નવી અરજીઓ

મતદાર યાદીમાં તા. ૦૧/૧૦/૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનુ નામ નોંધાવવા માટે નમુનો—૬માં અત્યાર સુધી ૮૮૭૬ અરજીઓ, ૬(ખ) રવિવારના દિવસે ૨૫૫૨૪ અને અત્યાર સુધીમાં ૪૧૩૭૩, નમુનો-૭ ૧૨૪૨, મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમુનો-૮ ૨૭૯૬ અરજીઓ મળી છે. આમ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કુલ ૫૪૨૮૭ નવી અરજી મળી છે.

ઉપર્યુકત નમુના કલેકટર કચેરી, મતદાર નોંધણી અધિકારી/ મદદનીશ મતદારનોંધણી અધિકારીની કચેરી, પ્રાંત/ મામલદારની કચેરી તેમજ બુથ લેવલ ઓફીસર પાસેથી વિના મૂલ્યે મેળવી શકાશે. આ નમૂનો ભરીને જરૂરી પુરાવા સાથે ત્યાં જ આપી શકાશે.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!