સોમાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ ઈંડિયા હેકાથોન-2022માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

સોમાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ ઈંડિયા હેકાથોન-2022માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો
Spread the love

સર્વ વિશ્વવિદ્યાલય કડી સંચાલિત વિદુષઃ સોમાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ ઈંડિયા હેકાથોન-2022માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો
– પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બાદલ એક લાખ રૂપિયા પુરસ્કાર

ભારત સરકાર તથા AICTEના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ ઈંડિયા હેકાથોન (SIH) 2022ની ફાઇનલ પ્રતિયોગિતાનું પાવઈ કોલેજ ઓફ એન્જિનિરીગ, તામિલનાડુ ખાતે તા. 25 થી 26 ઓગસ્ટ 2022 દરમિયાન આયોજન થયું હતું. વર્ષ 2017 થી દર વર્ષે યોજાતી સ્માર્ટ ઈંડિયા હેકાથોનનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ દ્વારા જુદીજુદી સમસ્યાઓનો સોફ્ટવેરે તથા હાર્ડવેર દ્વારા ઉકેલ શોધવાનો તથા યુવાઓને તે તરફ વાળવાનો છે. આ દ્વારા મેક ઈન ઇન્ડિયા અભિયાનને સફળ કરવાનો છે.
સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2022ની ફાઇનલ પ્રતિયોગિતામાં દેશભરમાંથી પ્રારંભિક રાઉન્ડની વિજેતાના 210 વિદ્યાર્થીઓ એ જુદાજુદા બે વિભાગની 15 થીમ માટે ઉત્સાહભેર જોડાયા હતા. ઉદ્દઘાટન સમારંભ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રતિયોગિતામાં કડી સર્વ વિશ્વવિદ્યાલયની વિદુષઃ સોમાણી કોલેજના વિદ્યાર્થીઓ ઓમ પટેલ, નીલ પટેલ, વિશ્વાસ પટેલ, ક્રીનલ ખમાર, આર્યન પટેલ અને શેરોનની ટીમ ” ટેક મેટ્રિક્સ” પ્રો. વિમલ ભટ્ટ, પ્રો. નેહલ શાહ, પ્રો. હિમાની ત્રિવેદી (LDRP) તથા સંસ્થાના અન્ય સ્ટાફનાના માર્ગદર્શન હેઠળ ભાગ લઈને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. “Prediction of Admission & Jobs in Engineering & Technology /Management/Pharmacy with respect to demographic locations” વિષય વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સ્વરૂપે આપવામા આવેલ. વિદ્યાર્થીઓને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બાદલ એક લાખ રૂપિયા પુરસ્કાર રૂપે એનાયત કરવામાં આવેલ છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. હિરેન પટેલએ કડી સર્વ વિશ્વવિદ્યાલય યુનિવર્સીટી (KSV)ના પ્રેસિડેન્ટ અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળ(SVKM)ના ચેરમેન માં. શ્રી. વલ્લભભાઈ એમ પટેલના સતત માર્ગદર્શન અને પ્રેરણાને આ સફળતા શ્રેય આપેલ હતો કે જેઓ KSV અને SVKMના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હરહંમેશા તત્પર રહે છે. શ્રી. વલ્લભભાઈ એમ પટેલએ વિદ્યાર્થીઓને તથા મેન્ટરને અભિનંદન આપીને વિદ્યાર્થીઓના તેજસ્વી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!