વાંકલ લવેટ સહિત 13 જેટલા માર્ગોનું સમારકામ કરતા વાહન ચાલકોએ રાહત અનુભવી

વાંકલ લવેટ સહિત 13 જેટલા માર્ગોનું સમારકામ કરતા વાહન ચાલકોએ રાહત અનુભવી
માંગરોળ તાલુકાના વાંકલ સહિત તાલુકાના 13 જેટલા માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર પેચ વર્ક કરી સમારકામ કરાતા વાહન ચાલકોએ રાહત અનુભવી છે
ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન સતત વરસી રહેલા વરસાદને કારણે માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મહત્તમ રસ્તાઓ અંત્યંત બિસ્માર હાલતમાં હતા વાહન ચાલકોએ માર્ગ પરથી પસાર કઈ રીતે થવું એવી સ્થિતિનું નિર્માણ થયું હતું ખરાબ માર્ગોને લઈ સરકારી તંત્રને પ્રબળ રજૂઆતો પણ કરવામાં આવી હતી અને હાલ વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગ માંગરોળ સ્થિત પેટા કચેરી દ્વારા તાલુકાના વિવિધ માર્ગોનું ડામર પેચ વર્કથી સમારકામ શરૂ થતા વાહન ચાલકોએ રાહત અનુભવી છે.
રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોળ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756