ડભોઇ ખાતે ગણેશ વિસર્જન ને અનુલક્ષી શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી

ગણેશ વિસર્જન ને ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ધારાસભા હોલ ,સેવા સદન ખાતે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.એસ.ડી.એમ,મામલતદાર ડી.વાય.એસ.પી, ડભોઇ ડિવિઝન તથા ડભોઇ પોલીસ સ્ટેશન દ્વારા આગામી ગણેશ વિસર્જનની પુર્વ તૈયારીના ભાગ સ્વરૂપ શાંતિ સમિતિ ની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી વિભાગના અધિકારીઓ, તમામ ગણેશ મંડળના આયોજકો, હિન્દૂ મુસ્લિમ કોમ ના આગેવાનો,નગરપાલિકા ના કોર્પોરેટરો, તથા તમામ પ્રેસ મીડીયા ની હાજરી માં શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ડભોઇ નગર માં કુલ 70 જેટલી ગણેશજી ની મૂર્તિઓ ની સ્થાપના કરવામાં આવી છે જેને હીરાભાગોળ બહાર આવેલ તળાવ માં વિસર્જન ની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.મિટિંગ માં ગણેશ વિસર્જન ની પૂર્વ તૈયારી તેમજ વિસર્જન અંગે તંત્ર દ્વારા જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા.સાથે જ ગણેશ વિસર્જન શાંતિ પૂર્ણ માહોલ માં ઉજવાય તથા કોમી એખલાસ જળવાયી રહે તે હેતુ થી તમામ કોમ ના આગેવાનો શાંતિ સમિતિ ની બેઠક માં હાજર રહ્યા હતા.આ બેઠક માં ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિત એસ.ડી.એમ. આઈ.એચ પંચાલ,મામલતદાર ચૌધરી સાહેબ,ડી.વાય.એસ.પી કલ્પેશસિંહ સોલંકી, પી.આઈ. એસ.જે.વાઘેલા જિલ્લા કેળવણી મંડળ ના શશીકાંતભાઈ પટેલ,શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પટેલ,ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756