જૂનાગઢ શહેર-જિલ્લા કક્ષાના કલા મહાકુંભને ખુલ્લો મુકતા મેયર શ્રીમતી ગીતાબેન પરમાર

જૂનાગઢ શહેર-જિલ્લા કક્ષાના કલા મહાકુંભને ખુલ્લો મુકતા મેયર શ્રીમતી ગીતાબેન પરમાર
Spread the love

જૂનાગઢ શહેર-જિલ્લા કક્ષાના કલા મહાકુંભને ખુલ્લો મુકતા મેયર શ્રીમતી ગીતાબેન પરમાર

બે દિવસીય કલા મહાકુંભમાં શહેર- જિલ્લાના ૨૩૦૦ સ્પર્ધકો કલાના ઓજસ પાથરશે

જૂનાગઢ :  જૂનાગઢ શહેર-જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૨-૨૩નો મેયર શ્રીમતી ગીતાબેન પરમારના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બે દિવસીય કલા મહાકુંભમાં જુદી-જુદી વયજૂથના ૨૩૦૦ જેટલા સ્પર્ધકો કુલ-૨૩ કૃતિઓમાં પોતાની કલાના ઓજસ પાથરશે.

               શહેરમાં ગાંધીગ્રામ ખાતેની કાર્મેન્ટ કોન્વેન્ટ સ્કૂલમાં ઉદઘાટન સત્રમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભના આયોજનથી આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાનું જતન થવાની સાથે વિદ્યાર્થીઓ- યુવાનોમાં રહેલી આંતરિક શક્તિનો વિકાસ થાય છે. ઉપરાંત કલા માટે એક જુદા જ વાતાવરણનું નિર્માણ થાય છે.  જેથી વિદ્યાર્થીઓ-યુવાનોને પ્રોત્સાહન પણ મળે છે. આ સાથે તેમણે કલા મહાકુંભમાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોને જૂનાગઢનું રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

                    દેશની સાંસ્કૃતિક અનેકતામાં એકતાને પ્રદર્શિત કરતા કલા મહાકુંભમાં સંગીત, નૃત્ય, ચિત્ર લેખન સહિતની કળાઓની કલા આરાધના સાથે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. “બાળકોનાં જીવન ઘડતરમાં શૈક્ષણિક વિકાસની સાથે આપણી પરંપરાગત સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કલામહાકુંભમાં રજુ થતી વિવિધ પ્રાચિન કૃતિ પ્રેરણા બળ પુરૂ પાડે છે.

આ તકે ઉપસ્થિત કલામર્મીઓએ કલા મહાકુંભથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કળા નિખરે અને સર્વાંગીણ વિકાસનો ઉલ્લેખ કરી આ સમગ્ર આયોજનને બિરદાવી કલાકારો દ્વારા રજૂ કરાયેલી કૃતિઓ નિહાળી મંત્રમુગ્ધ થયા હતાં.

                આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી સુશ્રી એન.ડી. વાળાએ શાબ્દિક સ્વાગત અને જિલ્લા રમત ગમત અધિકારી ( શહેર) શ્રી હિતેશ ડાંગરે આભારવિધી કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. હારૂન વીહળે સંભાળ્યુ હતુ.

                        આ પ્રસંગે રમત ગમત અધિકારી (ગ્રામ્ય) શ્રી વિશાલ દિહોરા, કાર્મેન્ટ કોન્વેન્ટ સ્કૂલના આચાર્યશ્રી, નિર્ણાયકો અને મોટી સંખ્યામાં કલા મહાકુંભમાં ભાગ લઈ રહેલા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!