કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે “આઈ.ઓ.ટી. અને એ.આર./વી.આર. એમ્બેડેડ ક્લાયમેન્ટ વોટર મેનેજમેન્ટ” પર વોકેશનલ તાલીમ યોજાયો

કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે “આઈ.ઓ.ટી. અને એ.આર./વી.આર. એમ્બેડેડ ક્લાયમેન્ટ વોટર મેનેજમેન્ટ” પર વોકેશનલ તાલીમ યોજાયો
Spread the love

કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે “આઈ.ઓ.ટી. અને એ.આર./વી.આર. એમ્બેડેડ ક્લાયમેન્ટ વોટર મેનેજમેન્ટ” પર વોકેશનલ તાલીમ યોજાયો

જૂનાગઢ :  કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે “આઈ.ઓ.ટી. અને એ.આર./વી.આર. એમ્બેડેડ ક્લાયમેન્ટ વોટર મેનેજમેન્ટ” પર વોકેશનલ તાલીમ યોજાઇ ગયો, કૃષિ યુનિ.નાં કુલપતિ ડૉ. ચોવટિયા, અને સંશોધન નિયામક ડો. મહેતાના  માર્ગદર્શન હેઠળ ઇન્ક્યુબેશન સેન્ટર ફોર એડ્વાન્સડ ઈરીગેશન ટેકનોલોજીસ, જમીન અને જળ ઇજનેરી વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા વી.આર. એમ્બેડેડ ક્લાયમેન્ટ સ્માર્ટ વોટર મેનેજમેન્ટ” વિષય પર પાંચ દિવસીય વોકેશનલ તાલીમનું આયોજન કરવામાં આવેલ. તાલીમ નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ ને સેન્સર્સ, આઈ.ઓ. ટી., આરડ્યુનો પ્રોગ્રામિંગ, રાસબરીપાઈ, નેટવર્ક સેટ-અપ, લોકલહોસ્ટ વેબ સર્વરનો ઉપયોગ કરીને કંટ્રોલ ડિવાઇસ, હેન્ડ્સ ઓન AR/VR અને સ્માર્ટ વોટર મેનેજમેન્ટથી સંબંધિત અનેક IoT પ્રોજેક્ટ્સની રચનાનું મૂળભૂત જ્ઞાન આવરી લેવાનો તેમજ  તે જ્ઞાન નાં આધારે ખેડૂતોને સીધાજ ઉપયોગી થાય તેવી ટેકનોલોજી પર  ખેડૂતો સરળતાથી સમજી અને વાપરી શકે તેવા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ એ બનાવીને રજુ કરેલ હતા. તાલીમના સમાપન સમારંભ ના અધ્યક્ષ તરીકે પ્રો. નરેન્દ્ર કુમાર ગોન્ટિયા, આચાર્ય અને ડીન. કૃ.ઈ.ટે.કો., જુ.કૃ.યુ, જુનાગઢ, મુખ્ય અતિથી તરીકે ડૉ. પી. રામાસુન્દરમ, નેશનલ કોઓર્ડીનેટર, એન. એ. એચ ઈ.પી. આઈ.ડી. પી. આઈ.સી.એ. આર. ઓનલાઈન માધ્યમ થી તેમજ અતિથી વિશેષ તરીકે ડૉ. પી. નંદા, પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર એ.આઈ.સી.આર.પી., આઈ.ડબલ્યુ.એમ., ભુવનેશ્વર ઓનલાઈન માધ્યમ થી જોડાઈ ને વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપેલ. કાર્યક્રમ ના આયોજન કરતા તેમજ જળ અને જમીન ઇજનેરી વિભાગ ના પ્રાધ્યાપક અને વડા ડો. એચ. ડી. રાંકે એ પ્રાસંગિક પ્રવચન માં સમગ્ર તાલીમ વિષે સર્વેને માહિતગાર કરેલ. ડૉ. પી. રામાસુન્દરમ, નેશનલ કોઓર્ડીનેટર, એન. એ. એચ ઈ.પી. આઈ.ડી. પી., આઈ.સી.એ.આર. એ પ્રાસંગિક પ્રવચન માં વિદ્યાર્થીઓ એ પોતે મેળવેલ જ્ઞાન નો ઉપયોગ ખેડૂત ઉપયોગી, ઓછી ખર્ચાળ અને ગુણવતા સભર ટેકનોલોજી વિકસાવે તેમ ભાર પૂર્વક અનુરોધ કરેલ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આ તાલીમ ના અંતે બનાવેલ ૧૩ પ્રોજેક્ટ ની સરાહના કરેલ, ડૉ. પી. નંદા, પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર એ.આઈ.સી.આર.પી., આઈ.ડબલ્યુ.એમ., ભુવનેશ્વરએ જણાવેલ કે પાણી અત્યંત માર્યાદિત અને મહત્વનું પ્રાકૃતિક સ્ત્રોત હોય તેનો ચોક્સાય પૂર્વક ઉપયોગ થાય તે માટે આઈ.ઓ.ટી. અને એ.આર. / વી.આર. ના સમન્વિત ઉપયોગ પર ભાર મુકેલ જેનાથી વાતાવરણ બદલાવ સામે ખેતી ને રક્ષણ આપી શકાય. ડો. નરેન્દ્ર કુમાર ગોન્ટિયાએ વિદ્યાર્થીઓ ને તાલીમ દરમ્યાન ના તેમના પ્રયત્નો માટે બિરદાવેલ તેમજ હાલ ના સમય માં  આઈ.ઓ.ટી. અને એ.આર. /વી.આર. જેવી અતિઆધુનિક તકનીકો ના સમન્વય થી કૃષિ ક્ષેત્રે તકનીકી ક્રાંતિ લાવવા સ્વદેશી સેન્સર અને તકનીકો વિકસાવવા વિદ્યાર્થીઓ ને આહવાન કરેલ. વોકેશનલ તાલીમના સમાપન સમારંભમાં ડો. સોલંકી, ,ડો. વરુ, ડો. લખલાણી, મહાનુભાવો હાજર રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહિત કરેલ હતા.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!