કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની “Z + CRPF ” સુરક્ષાને ધ્યાને લઈ “નો – ફ્લાય ઝોન” જાહેર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની “Z + CRPF ” સુરક્ષાને ધ્યાને લઈ “નો – ફ્લાય ઝોન” જાહેર
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના કાર્યાલય પત્ર મુજબ આગામી તા.૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરી, ધારી રોડ ખાતે સહકારી સમિતિઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ, BSFના હેલિકોપ્ટર મારફતે અમરેલી એરપોર્ટ ખાતે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ “Z + CRPF ” કક્ષાની સુરક્ષા ધરાવતા હોય, તેમની સુરક્ષાને ધ્યાને લઈ અમરેલી એરપોર્ટ, અમર ડેરી તથા કેન્દ્રીય મંત્રીશ્રી જે માર્ગ પર પસાર થવાના છે તે વિસ્તારને અમરેલી જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ -૧૪૪ અન્વયે “નો – ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યો છે.
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ લક્ષમાં રાખીને અમરેલી એરપોર્ટ તથા તેની આપસાપના ત્રણ કિમી ત્રિજ્યાનો વિસ્તાર, અમર ડેરી તથા તેની આસપાસના ત્રણ કિમી ત્રિજ્યાનો વિસ્તાર, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના રૂટ પરના ત્રણ કિમી ત્રિજ્યાનો વિસ્તાર સહિતના વિસ્તારોમાં, પરવાનગી સિવાય તમામ ફ્લાઈટ, હેલિકોપ્ટર, ડ્રોન કે અન્ય તમામ પ્રકારના ઉતરણ કે ઉડ્ડયન કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ હુકમ તા.૧૧/૦૯/૨૦૨૨ ના રોજ એક દિવસ માટે સવારે ૦૯:૦૦ કલાક થી સાંજે ૪:૦૦ કલાક સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ‘ TT INDIAN PENAL CODE ની કલમ – ૧૮૮૦ની જોગવાઇઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાપાત્ર થશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756