વાંકાનેરમા મોડીરાત્રે હાઇવે જકાતનાકા પાસે યુવાનની હત્યા

વાંકાનેર : વાંકાનેર શહેરના જિનપરા જકાતનાકા નજીક ગત મોડીરાત્રે મારમારીની ઘટનામાં અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. ઘટનાની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યા અંગે ગુન્હો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના જિનપરા જકાતનાકા નજીક પાતળિયા હોસ્પિટલ પાસ ગત મોડીરાત્રીના મારામારીના બનાવમાં વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા, ઉ.38 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પીઆઇ એન.કે.વસાવા સહિતનો કાફલો દોડી ગયો હતો અને હત્યાના બનાવને અંજામ આપનાર ચારેક શખ્સોને દબોચી લેવા તજવીજ હાથ ધરી હતી. જો કે બે શખ્સો પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.
વધુમાં મૃતક અમિતભાઇ જમીન મકાનના ધંધાર્થી હોવાનું અને ચારેક શખ્સોએ છરી ગુપ્તીના ઘા ઝીકી બનાવને અંજામ આપ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે બનાવ સમયે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી અને બનાવ બાદ મૃતકને હોસ્પિટલ ખસેડી પોલીસ ટીમે મૃતકને બચાવવા કોશિશ કરી હતી પરંતુ અમૃતભાઈનો જીવ બચી શક્યો ન હતો. હાલમાં વાંકાનેર સીટી પોલીસે હત્યા અંગે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.
રિપોર્ટ :- જનક રાજા,મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756