મોરબી નજીક ફેકટરીમાં આગ, 6 કર્મચારીઓ દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા,શોકસર્કિટથી આગનું અનુમાન

મોરબી માળીયા નેશનલ હાઇવે પર આવેલ રવાપર નદી ગામ પાસે આવેલ હોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં મોડી સાંજના સમયે કોઈ કારણસર ગ આગ ફાટી નીકળી હતી અને આગ બુઝાવવા ગયેલ 6 કર્મચારીઓ પવનભાઈ, નાગીનભાઈ, દેવાભાઈ, હસનભાઈ, દેવરાજભાઈ અને સીબુસિંગભાઇ સહિતના હાથ અને શરીરના ભાગે સામાન્ય રિતે દાઝી ગયા હતા તમામ 6 દર્દીને લઈ પ્રાથમિક સારવાર આપી હતી બાદમાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત અનુભવી હતી.
બીજીતરફ મોરબી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિક શોકસર્કિટ થી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લાગવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ :- જનક રાજા,મોરબી
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756