રાજકોટ માં ઝેરી દવા પીધા બાદ સારવાર દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ પારઘીનું મોત.

રાજકોટ માં ઝેરી દવા પીધા બાદ સારવાર દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ પારઘીનું મોત.
રાજકોટ ના થોરાળા વિસ્તારમાં ૮૦ ફૂટ રોડ પર આંબેડકરનગરમાં કાનાભાઈના મફતિયા પાસે રહેતા અને રાજકોટ શહેર પોલીસ હેડ.ક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રકાશ પારઘીએ તા.૮ સપ્ટેમ્બરની રાત્રે ૮ વાગ્યા આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. પરિવારના સભ્યોને જાણ થતાં તુરંત તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાંથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા, એ પછી પણ પ્રકાશભાઈની સ્થિતિ ગંભીર જણાતા તબીબોની સલાહથી તેઓને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર થઈ રહી હતી. ગઈકાલે અચાનક પ્રકાશભાઈની તબિયત લથડી હતી અને મોડી રાત્રે તેમણે દમ તોડી દીધો હતો. અમદાવાદમાં તેમનું મૃત્યુ થયાના સમાચાર મળતા જ રાજકોટ પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ છે. સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકી પોલીસ કર્મચારીઓ પ્રકાશભાઈ પારઘીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756