જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો વિશ્વાસથી વિકાસયાત્રા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો વિશ્વાસથી વિકાસયાત્રા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના હસ્તે રૂ. ૨૨.૭૫ કરોડના વિકાસના પ્રકલ્પોનું ઈ લોકાર્પણ – ખાતમુહૂર્ત સંપન્ન
અમારી સરકારે સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે
– સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા
રાજ્ય સરકાર લોકો માટે હર હંમેશ વિકાસના કાર્યો કરી રહી છે: જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા
જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
જૂનાગઢ : વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે બીજા દિવસે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના હસ્તે રૂપિયા ૨૨ કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો હતો
પામેલ ૬૬ કે.વી ભડુલા સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ સાથે જૂનાગઢ પ્રાંત વિસ્તારમાં રૂ.૨.૧૧ કરોડના ખર્ચે કુલ – ૩૨ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ જૂનાગઢ શહેરમાં રૂ.૬૨ લાખના ૩ વિકાસના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે કલેક્ટરશ્રી રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ, એસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, જૂનાગઢ મનપા કમિશનર શ્રીરાજેશ તન્ના, આસિસ્ટન્ટ કલેકટર શ્રી હનુલ ચૌધરી, અગ્રણી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.વી.પી.ચોવટીયા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756