૩૬મી નેશનલ ગેમ્સનું યજમાન બન્યું છે ગુજરાત: રમતો માટે ઉભી કરાશે જનજાગૃતિ

૩૬મી નેશનલ ગેમ્સનું યજમાન બન્યું છે ગુજરાત: રમતો માટે ઉભી કરાશે જનજાગૃતિ
Spread the love

૩૬મી નેશનલ ગેમ્સનું યજમાન બન્યું છે ગુજરાત: રમતો માટે ઉભી કરાશે જનજાગૃતિ

 

સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની પ્રરક ઉપસ્થિતિમાં તા.૧૫મી સપ્ટેમ્બરે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

 

સ્કૂલ-કોલેજોમાં રમતોત્સવનું આયોજન

 

કેશોદ, માંગરોળ અને વિસાવદરમાં યોજાશે તાલુકા કક્ષાના કાર્યક્રમ

જૂનાગઢ : ગુજરાત રાજ્ય ૩૬મી નેશનલ ગેમ્સનું યજમાન બન્યું છે ત્યારે રાજ્યભરની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ રમત ગમત પ્રત્યે એક વ્યાપક જનજાગૃતિ ઉભી થાય તે માટે આગામી તા.૧૫ ના રોજ સવારે ૧૧ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જિલ્લા કક્ષાનો અને કેશોદ, માંગરોળ તથા વિસાવદર ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ-રમતવીરોને પ્રોત્સાહન આપવા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળની ૪૨ કોલેજોમાં અને જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૧૬ સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓની રમતોમાં રુચિ કેળવાય અને આ ક્ષેત્રમાં આગળ વધે તે માટે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ તા.૧૭ના રોજ આ જ પ્રકારે કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમોની સાથે ઈનડોર-આઉટડોર રમતો પણ રમવામાં આવશે.

આ ત્રિ-દિવસીય કાર્યક્રમોમાં સુચારુ વ્યવસ્થાઓ જળવાઈ રહે તેના સંદર્ભમાં નિવાસી અધિક કલેકટર શ્રી એલ. બી. બાંભણિયાએ જરૂરી માર્ગદર્શન આપવાની સાથે રચનાત્મક સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરેએ કાર્યક્રમોના આયોજન વિશે વિગતવાર જાણકારી આપી હતી.

આ બેઠકમાં પંચાયત, શિક્ષણ, પોલીસ, આરોગ્ય સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!