મોરબીનો સમાન મચ્છુ-2 ડેમ 80 ભરાયો

મોરબીનો સમાન મચ્છુ-2 ડેમ 80 ભરાયો
Spread the love

હાલ ડેમમાં 2596 ક્યુસેક પાણીની આવક હોવાથી 32 ગામોને એલર્ટ કરાયા

મોરબી : મોરબી અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 80 ભરાયો છે અને હજુ હાલ ડેમમાં 2596 ક્યુસેક પાણીની આવક હોવાથી 32 ગામોને એલર્ટ કરાયા છે. વરસાદની અંતિમ સીઝનમાં આ મહાકાય ડેમ ટૂંક સમયમાં ભરાઈ જાય એવી આશા સેવાઈ રહી છે.

મોરબી અને ઉપરવાસ ભારે વરસાદ પડ્યો હતો. ઉપરવાસ માં ભારે વરસાદને કારણે મોરબીના મચ્છુ-2 ડેમમાં ભરપૂર નવું પાણી આવ્યું છે. ગઈકાલે સુધી 70 ટકા જેટલો આ ડેમ ભરાયો હતો. પણ ભાદરવો ભરપૂર જતા હવે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 80 ભરાય ગયો છે. હાલ ડેમમાં 2596 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમની કુલ સપાટી 57.32 મીટર છે. જેમાંથી 56.32 મીટર ભરાય ગઈ છે. આથી ડેમ ગમે ત્યારે ભરાઈ તેવી શકયતાને લઈને તંત્ર દ્વારા હેઠવાસના 32 ગામોને એલર્ટ કરાયા છે.

મોરબી તાલુકાના 17 અને માળીયા મિયાણા તાલુકાના 15 ગામોને એલર્ટ કરાયા છે. મોરબી તાલુકાના અમરેલી, ભળીયાદ, ધરમપુર, ગોરખીજડિયા, ગૂંગણ, જોધપુર, જુના સાર્દુળકા, લીલાપર, મોરબી, નારણકા, નવા સાર્દુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળિયા અને વજેપર ગામ અને માળીયા તાલુકાના બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરિપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળીયા-મિયાણા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખાડા, વિરવદરકા, ફતેપર અને અમરનગર ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવાર જવાર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.

રીપોર્ટ :- જનક રાજા,મોરબી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

13-18-15-machhu-2.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!