થરાદ-વાવ નાં ધારાસભ્યો ગૌ માતા નાં રક્ષકો ની મદદે

ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા સત્ર દરમ્યાન ગૌમાતા માટે ‘ગૌમાતા પોષણ યોજના’ અંતર્ગત ગૌશાળા અને પાંજરાપોળ માટે રૂા. પ૦૦ કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને છ મહિના કરતાં વધારે સમય વીતી ગયો હોવા છતાં ગૌશાળા અને પાંજરાપોળને હજુ સુધી નાણાંની ચૂકવણી કરવામાં આવેલ નથી. ગૌશાળાના સંચાલકો તથા ગૌભક્તો, સંતો, મહંતો તેમજ વિદ્વાનો દ્વારા આ રકમ ચૂકવવા માટે તમામ સ્તરે રજૂઆત કરવામાં આવી છે તેમજ સંચાલકો અને ગૌભક્તો દ્વારા સરકારશ્રીને રૂબરૂ મળીને વિનંતી કરવા છતાં રાજ્ય સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ મળેલ નથી.આ કારણે ગૌમાતાના ન્યાય માટે હાલમાં મારા વિધાનસભા મતવિસ્તાર થરાદના ભોરોલ ગામના ગૌ-પ્રેમી રાણાજી રતાજી રાજપૂત તેમજ સુઈગામ તાલુકાના ગોલપ નેસડા ગામના ગૌરક્ષક ગામોટ રમેશભાઈ બંને અન્નનો ત્યાગ કરી થરાદ ખાતે આમરણ ઉપવાસ ઉપર બેઠેલા છે, એમને ન્યાય મળે એના માટે થરાદ અને વાવ ધારાસભ્ય નું સંપૂર્ણ સમર્થન છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756