વડિયા માં લમ્પી રોગ પીડિત ગૌ માતા ના આઇસોલેશન સેન્ટર ની મુલાકાતે જિલ્લા ભાજપ ટીમ

વડિયા માં લમ્પી રોગ પીડિત ગૌ માતા ના આઇસોલેશન સેન્ટર ની મુલાકાત લેતા જિલ્લા ભાજપ પ્રમુખ અને સમગ્ર ભાજપ ટીમ
જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગૌ માતા માટે જરૂરી તમામ રીતે મદદરૂપ થવા પાઇ ખાત્રી
વડિયા વિસ્તાર માં લમ્પી રોગથી પીડાતી ગૌ માતા ની સારવાર માટે સ્થાનિક ગૌ પ્રેમી સરપંચ મનીષ ઢોલરીયા ના નેતૃત્વ માં બીમાર અને પીડિત ગાયો ની સારવાર વડિયા પાઠશાળા માં કરવામાં આવે છે.
વડિયા માં નવનિર્મિત બાલ ક્રિડાગણ(બગીચા )ની મુલાકાત લઈ કાર્યકર્તાઓ સાથે ચાઇ પે ચર્ચા યોજી હતી. અને આવનારી ચૂંટણી માટે કામે લાગી જવા હાકલ કરી માર્ગદર્શન આપ્યું હતુ. સાથે વડિયા સરપંચ ની બગીચાના નવનિર્માણની કામગીરી ને બિરદાવી હતી.
સમગ્ર મુલાકાત માં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ ઠુંમ્મર, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલિયા , જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ રાંક,મનીષભાઈ ઢોલરીયા,તુષારભાઈ વેગડ,તુષાર ગણાત્રા સહીત આસપાસ ના વિસ્તાર ના કાર્યકર્તા જોડાયા હતા.
રિપોર્ટ રાજુ કારીયા વડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756