વિપુલ ચૌધરી ની ઘરપકડ નાં પડઘા થરાદ માં પડ્યા

વિપુલ ચૌધરીની ધરપકડ કરાતા બનાસકાંઠામાં અર્બુદા સેના લાલઘૂમ
થરાદમાં આવેદનપત્ર આપી થોડી મુકવા માંગ કરી
રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની એસીબીએ ધરપકડ કરતા બનાસકાંઠામાં અર્બુદા સેના પણ લાલઘૂમ થઈ છે. અને થરાદમાં અર્બુદા સેનાના કાર્યકરોએ રેલી કાઢીને આવેદનપત્ર આપી વિપુલ ચૌધરીને તાકીદે મુક્ત કરવા માટે માગણી કરી છે.
મહેસાણામાં સ્થાનિક રાજકારણમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે. ત્યાં જ વિપુલ ચૌધરી સામે કથિત કૌભાંડને લઈને ગાંધીનગરમાં આવેલા તેમના નિવાસ્થાનેથી ગુરુવારે એસીબીએ ધરપકડ કરી હતી. જેને લઈને અર્બુદા સેના દ્વારા તેનો ઠેર- ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે થરાદમાં આંજણા ચૌધરી સમાજના આગેવાનો યુવાનો અને અર્બુદા સેનાના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને રેલી કાઢી હતી અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને વિપુલ ચૌધરીની કરાયેલી ધરપકડનો વિરોધ કર્યો હતો. તેમણે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વિપુલ ચૌધરી આંજણા ચૌધરી સમાજનું રચનાત્મક કામ કરતા હતા. આગામી દિવસોમાં તેઓ ચૂંટણી ના લડી શકે તે માટે તેમની સામે કિન્નનાખોરી રાખીને ધરપકડ કરવામાં આવી છે. જો તેમને તાકીદે મુક્ત નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. જો કે થરાદમાં કાર્યકરોએ સરકારને આગામી દિવસોમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચીમકી પણ આપી દીધી છે. આમ અર્બુદા સેનાના કાર્યકરો આકરા મૂડમાં જણાયા હતા.અને થરાદ ખાતે વિવિધ સંગઠનો દ્વારા સમર્થન આપ્યું હતું.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756